વડોદરા શહેરના બિલ–કલાલી રોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં સફાઈ કામ કરવા આવેલા મજૂરો દ્વારા ઘરનાં લોકરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 2.75 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મકાન માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


ઘરની સફાઈ માટે કંપનીનો સંપર્ક કર્યો

મળતી માહિતી મુજબ બિલ-કલાલી રોડ પર આવેલી પુષ્પક હોમ સોસાયટી સામે રોયલ હેરીટેજ વિલામાં રહેતા અલ્પેશ જૈન એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે. તેમની પત્ની શેફાલીએ ઘરની સફાઈ માટે અમદાવાદ સ્થિત ચામુંડા હોમ ક્લિનીક સર્વિસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ કામ અન્ય ક્લીનિંગ સર્વિસ મારફતે મજૂરોને સોંપવામાં આવ્યું હતું.

મજૂરી લઇને જતા રહ્યા

તા. 1 માર્ચના રોજ ત્રણ મજૂરો –દ્વારા ઘરની સફાઈ કરવામાં આવી રહી હતી. સફાઈનું કામ પૂર્ણ થયા બાદ મજૂરોએ પાંચ હજાર મજૂરી લીધી અને સ્થળ પરથી નીકળી ગયા હતા.

2.75 લાખ રૂપિયાનો સામાન ગાયબ

પરંતુ રાત્રે લગભગ 11 વાગ્યે મકાન માલિક અને તેમની પત્નીએ લોકરની તપાસ કરતાં તેમાં રાખેલા સોનાની પાયલ, બંગડી, બે મંગળસૂત્ર, ચાંદીની મૂર્તિઓ તેમજ રૂ.25 હજાર રોકડ મળી કુલ અંદાજે 2.75 લાખ રૂપિયાનો સામાન ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

મજૂરો દ્વારા લોકર ખોલીને ચોરી કરી હોવાની શંકા

બનાવમાં મજૂરો દ્વારા લોકર ખોલીને ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મજૂરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમના ફોન બંધ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો---     Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

  • Follow us on: