વડોદરા શહેરમાં કાર ભાડે લઈને તેને અન્ય રાજ્યમાં સગેવગે કરી દેવાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાવપુરા પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
કાર ઓળખીતાને ભાડે આપતો
મળતી માહિતી મુજબ ગોત્રી વિસ્તારમાં રહેતો નીરવ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેણે વર્ષ 2025 દરમિયાન પોતાના મિત્ર અનિલના નામે એક કાર ખરીદી હતી. આ કાર તે ઓળખીતાઓને જરૂરી દસ્તાવેજો લઈ પ્રતિદિન રૂ.3000ના ભાડે આપતો હતો.













