સાબરકાંઠામાં 60 વર્ષ જૂનો જર્જરીત બ્રિજ લોકો માટે જોખમી છે. આ બ્રિજ જર્જરીત હોવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બ્રિજ પરથી નિયમિતપણે ત્યાં વાહન અને રાહદારીઓની અવર-જવર રહે છે. લોકોની સલામતીને લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસ એકશનમાં આવી છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ જર્જરીત બ્રિજને લઈને આ પ્રકારની બેદરકારી લોકો માટે વધુ જોખમી બની શકે છે. અને એટલે જ વિજાપુર પોલીસની લાપરવાહી સામે હિંમતનગ ગ્રામ્ય પોલીસે તકેદારીરૂપ પગલા લીધા.
વિજાપુર પોલીસની લાપરહવાહી
વિજાપુર પોલીસની નબળી કામગીરી સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ બાબતે પત્ર લખી જાણી કરી. ગ્રામ્ય પોલીસે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે દેરોલ નજીકની સાબરમતી નદીના બ્રિજ પર લોકોને પ્રવેશ આપવો ના જોઈએ. મહેસાણા સાબરકાંઠા જિલ્લાને જોડતા સાબરમતી બ્રિજને છેલ્લા એક મહિનાથી બંધ કરાયો છે. આ બ્રિજ પર વાહન વ્યવહાર સહિત રાહદારીઓ માટે પ્રતિબંધ છે. છતાં બ્રિજ પરથી અવર-જવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને લઈને વિજાપુર પોલીસ કોઈ નક્કર કામગીરી કરતી નથી. વિજાપુર પોલીસ કોઈને બ્રિજ પરથી પસાર થતા અટકાવી રહી નથી. જે વિજાપુર પોલીસની લાપરવાહી બતાવે છે.













