સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોળોના જંગલ ફરવા માટે પ્રખ્યાત છે અને આ પોળોના જંગલામાં 6 યુવાનો ફરવા માટે આવ્યા હતા તે દરમિયાન પાણીનો પ્રવાહ નદીમાં વધતા તે લોકો ફસાઈ ગયા હતા, વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી.જોષીને આ બાબતની જાણ થઈ અને તેઓએ ઘટના સ્થળે પહોંચી તમામનું રેસ્કયુ કર્યુ હતુ અને જીવ બચાવ્યો હતો.


સાબરકાંઠામાં વિજયનગર પોલીસે 6 યુવકોનું કર્યું રેસ્ક્યું

સાબરકાંઠામાં વિજયનગર પોલીસે 6 યુવકોનું કર્યું રેસ્ક્યું અને પોળોના જંગલામાં ફરવા ગયેલા યુવકો ફસાયા હતા, વણજ ડેમમાંથી પાણી છોડાતા આ યુવકો ફસાયા હોવાની વાત સામે આવી હતી, પીએસઆઈની ટીમે બુદ્ધીનો ઉપયોગ કરીને એક ડુંગર ઉપરથી બીજી તરફ જઈને યુવકોને બચાવ્યા હતા, ચાર કિલોમીટર સુધી ડુંગર ચઢીને યુવકોને બચાવ્યા હોવાની વાત સામે આવી છે.

હિંમતનગરમાં હાથમતી‌ નદી બે કાંઠે

હિંમતનગરમાં હાથમતી‌ નદી બે કાંઠે વહી રહી છે, પુરુષોત્તમ‌ નગરથી હાપાને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે, હાપા અભ્યાસ કરવા જતા 80થી વધુ બાળકોને પાણી ભરાવાને લઈ અસર થઈ છે, વિધાર્થીઓ હોય કે ગ્રામજનો હોય તેમને હિંમતનગરનો 15 કિમીનો ફેરો મારવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ હતી તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સાબરકાંઠા કલેક્ટર સાથે કરી ટેલિફોનિક વાતચીત કરી હતી, અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરાઈ છે, નદી નાળા વહી રહ્યા છે ભયજનક સપાટીએ, તો રાજસ્થાન જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા ત્યાંના ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠાના ખેરોજ નજીક સાબરમતી નદી ગાંડીતૂર

સાબરકાંઠાના ખેરોજ નજીક સાબરમતી નદી ગાંડીતૂર બની છે, સાબરમતી બ્રિજ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ઢેબર સરોવરના 10 દરવાજા ખોલાતા પાણીની આવક થઈ છે, ભારે પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર વહી રહી છે, સ્થાનિકો, પર્યટકોને નદી કિનારે ન જવા તંત્રની અપીલ છે.

  • Follow us on: