અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માતમાં ગંભીર અકસ્માત બન્યો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા અને 2 લોકોને ગંભીર ઇજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર થયો હોવાથી ત્યાં રાજસ્થાન પોલીસ પણ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
ભેંસલા પાસે ગોઝારો અકસ્માત













