કમોસમી વરસાદના પગલે ઉભા ખરીફ પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે, ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કપાસના પાકને બચાવવા કે પાકની સ્થિતિ સુધારી શકાય તે માટે ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે ઉપયોગી સૂચનાઓ બહાર પાડી છે.
અચાનક આવતો સુકારો અટકાવી શકાય
હાલની સ્થિતિ મુજબ કમોસમી વરસાદથી કપાસમાં પહેલી વીણીનું રૂ પલળી જવું અથવા બીજી વીણીનો ફાલ ખરવાનો પ્રશ્ન છે. સાથે જ વરસાદ બાદ પાણી ભરવાથી ફૂગથી સુકારો લાગવાની સંભાવના પણ રહેલી છે.પાણી નિકાલ થયા બાદ તડકો વધવાથી જમીનની પરિસ્થિતિ બદલાતા ઓક્સિજનની અછત સર્જાતા પેરાવિલ્ટની સંભાવના (જેમાં અચાનક છોડ સુકાઈ જવા, જીંડવા અપરિપકવ હોય તો પણ ફાટી જવા) છે. ત્યારે તત્કાલ કરવાના થતાં ઉપાયોમાં પાણી ભરાઈ ગયા હોય તો પાણીનો નિકાલ કરવો, જમીનમાં ઓક્સિજનની અછત ન સજાર્ય એ માટે સળિયાથી થડની બાજુમાં ચાર આંગળ દૂર કાણા કરી દેવા. આ ઉપાય તત્કાલ કરવો જેથી કપાસમાં એકી સાથે અચાનક આવતો સુકારો અટકાવી શકાય.













