જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છે. જે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની બાબતે ખેતીવાડી ખાતાની ૮૫ ટીમો દ્વારા જિલ્લાના તમામ તાલુકાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત સંબંધિત ગામોમાં નુકશાનગ્રસ્ત ખેતરોની મુલાકત લઇ સર્વે કરશે.
પાકનો ફોટો અપલોડ કરી નુકશાનની વિગતો નોંધાવી શકશે
ખેડૂત જાતે પણ કૃષિ પ્રગતી એપ મારફતે પોતાના ખેતરની વિગતો અને ખેડૂતએ પોતાના ખેતરમાં વચ્ચે ઉભા રહીને સમગ્ર નુકશાનગ્રસ્ત પાક કે પલળેલા પાથરાઓ હારમાં દેખાઇ તે રીતે ફોટો એપમાં અપલોડ કરવાનો રહેશે.નુકશાનગ્રસ્ત પાકનો ફોટો અપલોડ કરી નુકશાનની વિગતો નોંધાવી શકશે. અથવા ગ્રામ પંચાયતેથી ગામના મોબાઇલના જાણકાર વ્યક્તિને નિયમોનુસાર પ્રાઇવેટ સર્વેયર તરીકે નિમણુંક કરી, સર્વેયર મારફત કૃષિ પ્રગતિ એપ દ્વારા સર્વેની કામગીરી કરી શકાશે. જે અંગે સર્વે ટીમને સર્વેયર શોધવામાં મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવે છે.













