વિશ્વાસ કુમાર રમેશ પોતાને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ કહે છે પણ તેમના આ શબ્દોની પાછળ મોટું દર્દ છુપાયેલું છે. 12 જૂને અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા પણ રમેશ એક માત્ર એવા વ્યક્તિ હતા, જેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.


હજુ પણ રાત્રે ઉંઘ નથી આવતી

આ ફ્લાઈટમાં તેમના નાના ભાઈ અજય પણ હતા, જે તેમનાથી માત્ર થોડી દૂરની સીટ પર બેઠા હતા. રમેશ કાટમાળમાંથી કોઈ પણ રીતે બહાર નીકળ્યા પણ તે દિવસની યાદો હજુ પણ તેમનો પીછો છોડી રહી નથી, તેમને કહ્યું કે મને હજુ પણ લાગે છે કે હું તે સમયમાં ફસાયેલો છું. રાત્રે ઉંઘ આવી રહી નથી. આ દુર્ઘટનાએ ના માત્ર ફિઝિકલ કંડિશન પણ માનસિક સ્થિતિને પણ બગાડી દીધી છે.

હાલમાં ક્યાં રહે છે રમેશ?

48 વર્ષના રમેશ હવે ઈંગ્લેન્ડના લિસેસ્ટરમાં રહે છે અને કહે છે કે મારૂં જીવન પુરી રીતે બદલાઈ ગયું છે. રમેશે જણાવ્યું કે મોટાભાગનો સમય પોતાના રૂમમાં પસાર કરૂં છું. ના મારી પત્ની સાથે વાત કરૂં છું કે ના મારા દિકરા સાથે. મગજમાંથી તે દિવસની રાત નીકળતી જ નથી. રમેશના જણાવ્યા મુજબ તેમના શરીરમાં હજુ પણ દર્દ છે, જેનું કારણ છે તેમના પગ, ખભા અને પીઠ પર ઈજા છે પણ સૌથી મોટું દર્દ તેમની અંદર છે. રમેશે કહ્યું કે મારો ભાઈ મારો સહારો હતો, તેને હંમેશા મારો સાથ આપ્યો. હવે હું એકલો છું. ડોક્ટરે કહ્યું કે તેમને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) છે પણ ઘરે પરત ફર્યા બાદ તેમને યોગ્ય સારવાર મળી નથી.

PTSD શું હોય છે?

PTSD જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખુબ જ ડરામણી કે દર્દનાક દુર્ઘટનામાંથી પસાર થાય છે તો તે ઘટનાની અસર તેના મન અને વિચાર પર લાંબા સમય સુધી રહે છે. ત્યારે મગજમાં વારંવાર તે ઘટના યાદ કરે છે, જેમ કે તે ઘટના આજે પણ બની રહી હોય. આ PTSD છે. વિશ્વાસ કુમાર રમેશને પણ 12 જૂનની પ્લેન ક્રેશની દુર્ઘટના આ પ્રકારે સતાવી રહી છે.

શું હોય છે PTSDના લક્ષણો?

  • વારંવાર તે દુર્ઘટનાને યાદ કરે છે.
  • પોતાનો જીવ બચી જવા પર ગિલ્ટ કે શરમ અનુભવે છે.
  • તે જગ્યાઓ કે વસ્તુઓથી બચે છે, જે તે ઘટનાની યાદ અપાવે.
  • ઉંઘ ના આવવી, ધ્યાન ના લાગવું અથવા લોકો સાથે વાત કરવાનું મન ના હોવું જેવી સમસ્યાઓથી પરેશાન થાય છે.
  • પોતાને ઉદાસ અનુભવે છે અને ક્યારેક-ક્યારેક આત્મહત્યા જેવા વિચાર પણ આવી શકે છે.

શું કહે છે નિષ્ણાંત?

નિષ્ણાંતોના મત મુજબ એવા લગભગ 8થી 15 ટકા લોકો છે જે કોઈ મોટી દુર્ઘટનામાંથી પસાર થાય છે, તેમને PTSD હોય શકે છે, જેના માટે પ્રોફેશનલ મદદની જરૂર હોય છે. PTSDમાંથી બહાર આવવા માટે સમય અને મદદ બંનેની જરૂર હોય છે. જે બન્યું છે તેના વિશે ખુલ્લીને વાત કરવી, પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો અથવા કોઈ ગ્રુપ સાથે જોડાવવું ખુબ જ મદદ કરી શકે છે.  

  • Follow us on: