અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 242માંથી માત્ર એક જ યાત્રી જીવિત બચ્યો હતો. બાકીના મુસાફરો મોતને ભેટ્યા હતા. દુર્ઘટના બાદ મૃતદેહોની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહો તેમના પરિવારને સોંપવા માટે DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ મામલે અત્યાર સુધી 247 DNA મેચ કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં DNA ટેસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી DNA ટેસ્ટ

પ્લેન ક્રેશની ઘટનામાં મૃતદેહ આપવાની કામગીરી યથાવત અત્યાર સુધી 247 DNA મેચ થયા છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં 247 DNA મેચ થયા છે. 232 મૃતદેહો એમના પરિવારને સોંપાયા છે. 15 મૃતદેહોમાંથી 3 પરિવાર DNA મેચની રાહ જોવે છે. 6 મૃતદેહોને તેમના પરિજનો ગમે તે સમયે લઈ જશે. બાકી 6 મૃતદેહોને તેમના પરિજનો આયોજન કરી રહ્યા છે આવતીકાલે સવાર સુધી લઈ જશે. 23 મૃતદેહ બાય એર, 209 બાય રોડ એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. 232 મૃતદેહો માંથી 175 ભારતીય, 52 બ્રિટિશસર,1 કેનેડિયન,7 પોર્ટુગીઝ અને 12 નોન પેસેન્જર છે. બાકીના DNA મેચ થયા બાદ પરિવારને સોંપાશે.

પૂર્વ સીએમે પણ ગુમાવ્યો જીવ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સામાન્ય યાત્રીઓ સાથે રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રુપાણી પણ સવાર હતા. તેઓ પોતાના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાના ગણતરીના ક્ષણોમાં જ ફ્લાઇટ ક્રેશ થઇ હતી. એર ઇન્ડિયા પ્લેન મેઘાણી નગરમાં આવેલા બોયઝ મેડિકલ હોસ્ટેલના મેસ પર ક્રેશ થયુ હતુ. જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા.


  • Follow us on: