અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. પ્રિ મોન્સૂન અંતર્ગત કરવામાં આવતી ઘણી કામગીરી જાણે કે કાગળ પર જ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે . ચોમાસા પહેલા ઝાડનું ટ્રિમિંગ કામગીરી કરવામાં આવતી હોય છે. જેથી કોઈ અકસ્માત ના બને ચાલુ વર્ષે 10 હજાર જેટલા ઝાડ ટ્રિમ કરવામાં આવ્યું હોવાનું ગાર્ડન ખાતાના અધિકારીઓ હોદ્દેદારોને કહી રહ્યા છે.


પ્રિ મોન્સૂન કામગીરી જાણે કે કાગળ પર 

પરંતુ આ કામગીરી જાણે કે કાગળ પર જ થઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરના ઘણા એવા માર્ગ છે જ્યાં રોડની બંને તરફના ઝાડ રોડ પર આવી ગયા છે, કોઈપણ જગ્યા પર ટ્રિમિંગ થયેલું દેખાતું નથી તેમ છતાં 10 હજાર ઝાડ ટ્રિમ કર્યા હોવાની વાતો કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ છે.

વાહન ચાલકોને ભારે હાલાકી
અમદાવાદ શહેરમાં જ્યા જુઓ ત્યાં સમસ્યા જ સમસ્યા નજરે પડી રહી છે. વેજલપુર વિસ્તારમાં બુટ ભવાની મંદિર ચાર રસ્તા થી ફાટક તરફનો માર્ગ છે. ત્યાં બ્રિજની કામગીરી ચાલી રહી છે. આશરે 1 વર્ષથી બ્રીજની કામગીરી ચાલી રહી છે. સામાન્ય રીતે જ્યાં બ્રિજની કામગીરી કરવાની હોય ત્યાં પહેલા આસપાસના રોડ યોગ્ય બનાવી બાદમાં બ્રિજની કામગીરી કરવામાં આવતી હોય છે. જેથી વાહન ચાલકો પરેશાન ન થાય. પરંતુ અહીં તો રોડના ઠેકાણા જ નથી અને વાહન ચાલકો કહી રહ્યા છે કે વરસાદ પડે ત્યારે ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. જેથી વાહન ચલાવવામાં ભારે તકલીફ પડી રહી છે. અહીં એક તરફનો માર્ગ ઘણી વખત બંધ કરવામાં આવે છે. તેને અન્ય જગ્યા પર ડાયવર્ટ કરવાના બદલે એક જ માર્ગ પર વાહનો ચલાવવામાં આવે છે જેથી ભારે તકલીફ ઊભી થાય છે.


  • Follow us on: