અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદના એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ સમાચાર મળતાની સાથે જ આણંદમાં શોકની લાગણી જોવા મળી હતી. મૃતકના પરીવારને સાંત્વના આપવા સગા સબંધીઓ આવી પહોંચ્યા હતા. બદરુદ્દીન હાલાણીનો પુત્ર અને ભત્રીજો લંડનમાં રહે છે. બદરુદ્દીન હાલાણી તેમના પત્ની યાસ્મીન અને ભાભી મલેક લંડન જતા હતા. ત્યારે પ્લેન ક્રેશ થતા દુર્ઘટનામાં ત્રણેયના મોત થયા હતા.


3 સભ્યના એકસાથે મોત

આણંદ શહેરમાં સલાટિયા રોડ પર ડાયમંડ પાર્કમાં રહેતા બદરુદ્દીન હાલાણીનો પુત્ર અને ભત્રીજો લંડનમાં રહે છે. તેમને મળવા માટે પરિવાર લંડન જઇ રહ્યો હતો. ફ્લાઇટમાં બેસ્યા બાદ તેઓએ ફોટા પડાવ્યા હતા. અને તેમની ખુશી વ્યક્ત કરી હતી. બદરુદ્દીન હાલાણી તેમના પત્ની યાસ્મીન બેન અને ભાભી મલેક બેન સાથે ફ્લાઇટમાં હતા. અને લંડન જઇ રહ્યા હતા. પરંતુ પ્લેન ક્રેશમાં આ તમામ ખુશી માતમમાં ફેરવાઇ હતી.

અમદાવાદમાં પ્લેન ક્રેશ

બદરુદ્દીન હાલાણીનો ભત્રીજો રફીક તેમને મૂકવા માટે એરપોર્ટ ગયો હતો. અને બદરુદ્દીન સહિત ત્રણ લોકોનું એરપોર્ટ પર બોર્ડિંગ થઈ જતા રફીક એરપોર્ટથી આણંદ પરત આવવા નીકળ્યો હતો. તેમજ બદરુદ્દીન, યાસ્મીન અને મલેકે પણ પ્લેનમાં બેઠા બાદ ફોન કરી પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તેમજ પ્લેનમાં ફોટો પાડી ફેસબુક પર અપલોડ કર્યા હતા. તો આ તરફ,, રફીક રસ્તામાં હતા ત્યારે તેઓને પ્લેન ક્રેશના સમાચાર મળ્યા હતા. અને તેઓ ફરી પાછા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. 

  • Follow us on: