અમદાવાદમાં થયેલા ભયંકર પ્લેન અકસ્માતને લઇને તમામના મનમાં એક જ સવાલ છે કે આવુ થયુ કેવી રીતે.. શું કારણથી પ્લેન ક્રેશ થઇ ગયું. ત્યારે આ સવાલનો જવાબ મેળવવા માટે સિવિલ એવિએશન મંત્રાલયે હાઇ લેવલ કમિટિની રચના કરી છે.
આ ઉચ્ચ સ્તરીય બહુ વિષયક સમિતિની એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 દુર્ઘટનાગ્રસ્ત કારણોની તપાસ કરશે, સમિતિ હાલ એસઓપી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે પહોંચી વળવા વ્યાપક દિશા- નિર્દેશ આપશે.
કઇ કઇ તપાસ સમિતિ જોડાશે ?
આ સમિતિની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ, ગૃહમંત્રાલય અને ભારત સરકાર કરશે. જેમાં ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ, ગૃહ મંત્રાલયના અધિક સચિવ/સંયુક્ત સચિવ, રાજ્ય ગૃહ વિભાગ, ગુજરાત સરકારના પ્રતિનિધિઓ શામેલ હશે.ભારતીય વાયુસેના ડિરેક્ટર જનરલ, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી/ડીજી બીસીએએસ, ભારત સરકારના ડાયરેક્ટર જનરલ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય/ડીજી ડીજીસીએ, સ્પેશિયલ ડિરેક્ટર, આઈબી, ડિરેક્ટર, ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડિરેક્ટોરેટ, તેનો ભાગ રહેશે.
આ ઉપરાંત આ સમિતિમાં અન્ય સભ્યો જેવા કે વિમાન વિશેષજ્ઞ, દુર્ઘટના તપાસ કર્તા અને કાયદાકીય સલાહકાર પણ સામેલ કરવામાં આવી શકે છએ. સમિતિની પાસે તમામ રેકોર્ડ સુધીની પહોંચ હશે. જેમાં અન્ય વાતો ઉપરાંત ટેકઓફ ડેટા, કોકપિટ વોઇસ રેકોર્ડર, આમાં વિમાન જાળવણી રેકોર્ડ, ATC લોગ અને સાક્ષીઓની જુબાનીનો સમાવેશ થાય છે.
3 મહિનામાં રજૂ કરાશે રિપોર્ટ
સાથે જ આ સમિતિમાં સાઇટનું નિરીક્ષણ કરવાનો પણ સમાવેશ થશે. ક્રૂ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને સંબંધિત કર્મચારીઓના ઇન્ટરવ્યુ લઈને માહિતી મેળવવામાં આવશે. જો વિદેશી નાગરિકો અથવા વિમાન ઉત્પાદકો સામેલ હોય, તો આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સહયોગ કરવો પડશે. સમિતિ ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે.
242 યાત્રીઓનું પ્લેન થયુ ક્રેશ
અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-171 લંડન જઇ રહી હતી, તે દરમિયાન ટેક ઓફના મિનિટોમાં દ પ્લેન ક્રેશ થઇ ગયુ. આ પ્લેન બીજે મેડિકલની હોસ્ટેલમાં ઘૂસી ગયો અને આગના જ્વાળામાં આખુ લપેટાઇ ગયું. કારણ કે પ્લેનમાં લાખ લિટર જેટલુ ફ્યુઅલ હતું. ઘટના એટલી ભયાનક હતી કે પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થઇ ગયા માત્ર એક જ વ્યક્તિ બચી ગયો. આ મામલે તમામ રીતે તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો મૃતકોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ થઇ રહી છે.