અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા શરુ છે. જેમાં 30થી વધુ મૃતદેહોના ડીએનએ મેચ થઇ ગયા છે. અને 21 જેટલા મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. આ પરિવારના માળા પ્લેન ક્રેશમાં વિખેરાઇ ગયા છે. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ વિવિધ થીયરીઓ સામે આવી રહી છે. પ્લેન ક્રેશ માટે વિવિધ નિવેદનો જોવા મળ્યા છે. ત્યારે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયો તેમ માટે સુરક્ષા એજન્સીઓએ દુર્ઘટનાસ્થળે તપાસ કરી છે.
દુર્ઘટના માટે ક્યા કારણો જવાબદાર ?













