અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા પ્લેન દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ 241 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ત્યારે જે લોકોએ આ દુર્ઘટના જોઇ છે. અને આ કાળના સાક્ષી બન્યા છે. તેઓ માટે આ તાંડવ ભૂલવો અશક્ય છે. સંદેશ ન્યૂઝ પર પ્રત્યક્ષદર્શીએ એ સમયે બનેવી સંપૂર્ણ દુર્ઘટના અંગે જણાવ્યુ હતુ. અને હાલ તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. તે બાબતે પણ વર્ણન કર્યુ હતુ. સાંભળો પ્રત્યક્ષદર્શીની કહાની તેની જ જુબાની.
હજી ઊંઘ નહીં આવતી: પ્રત્યક્ષદર્શી
આંખની સામે મોતનું તાંડવ જોનાર વ્યક્તિઓ આ કિસ્સાને ક્યારેય ભૂલી નહી શકે. કારણ કે, નજારો કોઇ નર્કથી ઓછો ન હતો. પ્રત્યક્ષદર્શીએ કહાની વર્ણતા જણાવ્યુ હતુ કે, 12 જૂન બપોરનો એ સમય જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકાય. રાત્રે આંખો બંધ કરી તો બળતા લોકો દેખાય છે. કાનમાં હજી બચાવનો અવાજ આવી રહ્યો છે. 3 મેડિકલ સ્ટુડસ બિલ્ડિંગથી નીચે આવ્યા ત્યારે સિડી આપનાર પ્રત્યક્ષદર્શીએ આ ઘટના વર્ણવી હતી. સ્થાનિક ધારાસભ્ય સહિતના અનેક લોકો પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સાક્ષી બન્યા હતા.
દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીની જુબાની
આ રોડ પરથી હવે નીકળવાનું મન નહીં થતું. બિલ્ડીંગમાંથી બચાવોના આવાજ જ સંભળાય છે. પ્લેન જોઈ એજ ઘટના યાદ આવે છે. સતત 108 દોડતી રહી છે. તેવા દ્રશ્યો આંખ સામેથી હટતા નથી. આ સમગ્ર દુર્ઘટનાને ફરી પ્રત્યક્ષદર્શીએ યાદ કરી હતી. તેણે વધુમાં કહ્યુ હતુ કે, મૃતદેહ અને ઈજાગ્રસ્તોને બચવાતા રહયા છે. સિવિલ તબીબની ટીમ ખડે પગે રહી હતી. કેવી રીતે જીવ બચાવીએ એ મોટો પડકાર હતો.