12 જૂને અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, આ દુર્ઘટના બાદ તંત્ર સતત ખડેપગે છે અને પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહની ઓળખ કરીને તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 215 મૃતદેહના DNA મેચ થયા છે, જેમાંથી 198 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ આ માહિતી આપી છે.


અત્યાર સુધીમાં 149 ભારતીય અને 32 UKના મૃતદેહ સોંપવામાં આવ્યા: રાકેશ જોશી

અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ વધુ જાણકારી આપતા કહ્યું કે આવતીકાલે એટલે કે 20 જૂને 5 પરિવારના લોકો તેમના પ્રિયજનનો નશ્વરદેહ લઈ જશે. ત્યારે અન્ય 17 પરિવાર બીજા મૃતદેહ મળે તેની રાહ જોવે છે. અત્યાર સુધીમાં 149 ભારતીય અને 32 UKના મૃતદેહ સોંપવામાં આવ્યા છે. 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન, 9 સ્થાનિકોના પણ મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ત્યારે બાકી રહેલા મૃતદહેના જેમ જેમ સેમ્પલ આવશે તેમ તેમ તેમના મૃતદેહ પરિવારજનને સોંપવામાં આવશે.

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાએ આપ્યું નિવેદન

તમને જણાવી દઈએ કે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઈન્ડિયાએ નિવેદન આપ્યું છે. એર ઈન્ડિયાએ યાત્રીઓ અને ક્રૂ સભ્યોના મૃત્યુ પર શોક વ્યકત કર્યો. આ સાથે જ કહ્યું કે 33માંથી 26 Boeing 787 વિમાનોની તપાસ પૂર્ણ થઈ છે અને આ 26 Boeing 787 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી છે. Boeing 777 વિમાનોની પણ સુરક્ષા તપાસ કરાશે. વાઈડબોડી વિમાનોના ઓપરેશન્સમાં 15% ઘટાડો કરવામાં આવશે. 20 જૂનથી 15 જુલાઈ સુધી આ ઘટાડો અમલમાં રહેશે. ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત થનારા મુસાફરો માટે નિર્ણય લેવાયો છે. મુસાફરો વિનામૂલ્યે તારીખો રિશિડયુલ કરી શકશે. 

  • Follow us on: