અમદાવાદમાં 12 જૂને પ્લેન ક્રેશ થયુ. તે ઘટનાને આજે એક અઠવાડિયુ થયુ. આ ગોઝારી ઘટના ભૂલાય એમ નથી. ત્યારે કાટમાળમાંથી મળી આવેલા બ્લેક બોક્સમાં રહેલુ ડિઝિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર આ ઘટના પાછળનું સાચુ કારણ ઉકેલશે. પરંતુ આ રેકોર્ડરને ભારતમાં નહી પરંતુ વોશિંગ્ટનમાં ખોલાશે.


ઇન્ડિયામાં નહી ખોલવામાં આવે બ્લેકબોક્સ

કહેવામાં આવી રહ્યું છે કે રેકોર્ડરને બહારથી ઘણુ નુકસાન થયુ છે જેથી ભારતમાં તેનો ડેટા કાઢવો અશક્ય છે. ભલે ભારતમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યૂરોએ દિલ્હી મુખ્યાલયમાં ખાસ પ્રયોગશાળા બનાવી પરંતુ ક્ષતિગ્રસ્ત બ્લેક બોક્સમાંથી ડેટા રિકવર કરવાની ટેક્નિક ભારત પાસે નથી.જાણકારી મુજબ બ્લેકબોક્સને નુકસાન થયુ હોલાથી ચીપને સાવધાની પૂર્વક મેમરી બોર્ડમાંથી અલગ કરાશે જેથી કરીને ડેટા ક્ષતિગ્રસ્ત ન થાય. આ સાથે જ ઇલેક્ટ્રોનિક સર્કિટની સ્થિતિ પણ તપાસ કરાશે કે ક્યાંયથી ક્ષતિગ્રસ્ત તો નથી થયુ ને.

ક્યાં લઇ જવાશે હવે બ્લેક બોક્સ ?

બ્લેકબોક્સને હવે અમેરિકાી એનડીએસબીની પ્રયોગશાળામાં વિશ્લેષણ કરવા માટે લઇ જવાશે. જયાં ભારતીય અધિકારીઓની હાજરીમાં જ તપાસ કરઆશે જેથી તપાસમાં પારદર્શિતા જળવાય. તમામ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું પણ પાલન થાય. આ તપાસ પ્રક્રિયામાં બ્રિટનની એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાંચના અધિકારીઓ પણ હાજર રહેશે કારણ કે આ ઘટનામાં બ્રિટિશ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.

વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત

તમને જણાવી દઈએ કે ગયા ગુરુવારે બપોરે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના બોઇંગ કંપનીના 787 ડ્રીમલાઇનર વિમાન સાથે સંકળાયેલી સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંની એક છે. આ અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગનું સૌથી આધુનિક વાઇડબોડી એરલાઇનર છે. એર ઇન્ડિયાનું આ વિમાન ફક્ત 12 વર્ષ જૂનું હતું અને અકસ્માતના થોડા કલાકો પહેલા જ દિલ્હીથી મુસાફરો સાથે અમદાવાદ પહોંચ્યું હતું. તેમાં 242 લોકો સવાર હતા.

અમદાવાદ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી તે ઝડપથી પડવા લાગ્યું અને રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયા પછી એક વિશાળ અગનગોળામાં ફેરવાઈ ગયું. આ અકસ્માતમાં 270 લોકોના મોત થયા. આમાં તે ઇમારતમાં હાજર લોકોનો પણ સમાવેશ થાય છે જેની સાથે વિમાન અથડાયું હતું.

  • Follow us on: