અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસ હજી ચાલુ છે. ઘટનાસ્થળથી ફોરે્ન્સિક અને પોલીસ ટીમ દ્વારા 100 થી વઘુ મોબાઈલ ફોન્સ મળ્યા છે. આ તમામ પોન ખુબ ખરાબ રીતે સળગી ગયા છે. હાલ તો ફોરેન્સિક ટીમ આ ફોનમાં રહેલા ફોટો અને વિડીયોની તપાસમાં લાગી છે. તપાસ ટીમ 12 જૂન બપોરે 1 વાગીને 38 મિનિટ પછીના ફોટો અને વિડીયોની તપાસ કરશે.
પોલીસ એવો પ્રયત્ન કરી રહી છે કે આ મોબાઈલ ફોનની ઘટનાની અંતિમ ક્ષણોમાં કેમેરામાં કેદ થયેલા ફોટો અને વિડીયોને જોઈ શકાય જેથી અંદાજો લગાવી શકાય કે આ 30 થી 40 સેકન્ડની અંદર શું થયું હતું. આ મોબાઈલ ફોનની તપાસને લઈને અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું કે બપોરે 1 વાગીને 40 મિનીટ પછીનો દરેક ફોટો અને વિડીયો અમારી માટે મહત્વપુર્ણ સાબિત થઈ શકે છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી શું શુ થયું?
1 વાગીને 40 મિનીટ પર વિમાન દુર્ઘટના
1 વાગીને 42 મિનિટ પર પોલીસ કન્ટ્રોલ રુમને માહિતી મળી.
1 વાગીને 44 મિનિટ પર અમદાવાદના કમિશનરે ગુજરાતના ડીજી અને ગૃહમંત્રીને માહિતી આપી.
1 વાગીને 50 મિનિટ પર CISF, Army, RAF અમદાવાદ પોલીસના લોકો રાહત કાર્યમાં જોડાઈ ગયા.
12 તારીખે રાત્રે 12 વાગ્યા સુધીમાં DNAના 51 સેમ્પલ પહોંચાડી દીધા.
ક્યાં પહોંચી તપાસ
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં બોઈંગ 787ની દુર્ઘટનાને આઠ દિવસ થઈ ગયા છે. વિમાનનું બ્લેક બોક્સ મળી ગયું છે અને કોકપિટ વાયસ રેકોર્ડર પણ મળી ગયું છે. પરંતું તેની તપાસમાં સમય લાગી શકે છે. ઘટનાવાળી જગ્યાએથી મળેલા માનવઅંગોના 318 સેમ્પલ લેવામાં આવ્યા છે. 220 ડીએનએ સેમ્પલની તપાસ મેચ કરવામાં આવી છે. પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે દુર્ઘટનાવાળા દિવસે તેમણે 21 ડીએનએના સેમ્પલ લીધા હતા.