અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન જ્યારે મેડિકલ કોલેજની હોસ્ટેલને ટકરાયું હતું ત્યારે ભારે ધડાકા સાથે આગ ભાગી નીકળી હતી. આ દરમિયાન હોસ્ટેલની મેચમાં ભાગદોડ મચી જવા પામી હતી. વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે દોડાદોડી કરી રહ્યા હતાં. અતુલ્યમ-1 હોસ્ટેલના વિદ્યાર્થીઓ આ ઘટનાથી જબરદસ્ત ગભરાઈ ગયા હતાં અને પોતાનો જીવ બચાવવા માટે ઈમારતની ગેલેરીમાંથી નીચે કૂદ્યા હતાં. કેટલાક વિદ્યાર્થીઓ ગેલેરીમાંથી લટકીને નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. 


 


હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતાં

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ થયું હતું ત્યાર બાદ બીજે મેડિકલ કોલેજની અતુલ્ય હોસ્ટેલ સાથે ટકરાયું હતું. વિમાન ટકરાયા બાદ જબરદસ્ત ધડાકો થયો હતો અને ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતાં અને પોતાનો જીવ બચાવવા દોડાદોડી કરી રહ્યા હતાં. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલની ગેલેરીમાંથી નીચે કૂદતા દેખાઈ રહ્યાં છે. કેટલાક વિદ્યાર્થીઓ ગેલેરીની એંગલ પકડીને લટકે છે અને નીચે કૂદકો મારી રહ્યાં છે.



  • Follow us on: