અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ નાસભાગ સર્જાઇ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ દૂર્ઘટનાગ્રસ્ત થતા તમામ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખેસડાયા છે. આ ફ્લાઇટ દૂર્ઘટના બાદ પીએમ મોદીએ સમગ્ર માહિતી મેળવી હતી. અને ગુજરાત આવવા માટે રવાના થયા છે. પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે. સમગ્ર મામલે કડક નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનામાં 30થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.


પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ

અમદાવાદમાં મોટી દૂર્ઘટના થઇ છે. જેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. વિમાન દૂર્ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે. અને આ મામલે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીક્ષા કરાવા માટે અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે જાણો ફ્લાઇટમાં કયા સ્થાને બેસવાથી વધુ સુરક્ષા મેળવી શકાય છે. અને કયુ સ્થાન મુસાફરો માટે સુરક્ષિત છે. કે જ્યાં બેસવાથી જીવ બચાવવાની તક વધુ છે. અને રેસ્કુય કરવા માટે સરળતા રહે છે.

ફ્લાઇટમાં કઇ સીટ સુરક્ષિત ?

અમદાવાદના મેધાણીનગરમાં પ્લેન ક્રેશ થયુ છે. જે બાદ દોડધામ થઇ છે. રહેણાંક વિસ્તારમાં આ મોટી દૂર્ઘટના સર્જાતા વધુ ભીતી સેવાઇ રહી છે. એર ઇન્ડિયાના પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા. પ્લેન ક્રેશ થયા બાદ આકાશમાં ધુડાના ગોટેગોટા દેખાયા હતા. રસ્તા પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. અને સાંજના 5 વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટ બંધ રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત પોલીસ તપાસ પણ તેજ કરવામાં આવી છે. આ પ્રકારની ઘટના બાદ એક સવાલ ઉભો થાય છે કે, કઇ સીટ પ્લેનમાં સુરક્ષિત છે. કયા સ્થાનેથી રેસ્ક્યુ કરવામાં સરળતા રહે છે. ફ્લાઇટમાં પાછળના ભાગે બેસેલા યાત્રીઓ આ પ્રકારની દૂર્ઘટનામાં વધુ સુરક્ષિત હોવાનું જોવા મળ્યુ છે. દક્ષિણ કોરિયામાં જ્યારે પ્લેન ક્રેશ થયું હતુ ત્યારે વિમાન બળીને ખાખ થયુ હતુ. પણ વિમાનના પાછળના ભાગે બેસેલા મુસાફરોનો વીડિયો સામે આવ્યો હતો. અને તેઓ મોટાભાગે સુરક્ષિત હોવાનું જોવા મળ્યુ હતુ.

ફ્લાઇટનો પાછળનો ભાગ કેમ સુરક્ષિત ?

ફ્લાઇટમાં વચ્ચેની બેઠકમાં પાંખ લાગેલી હોય છે. જેમાં ફ્યુઅલ ભરવામાં આવે છે. દૂર્ઘટના સમયે આ પાંખમાં આગ લાગવાની શક્યતા સૌથી વધુ હોય છે. પાંખ પાસેની સીટ સૌથી અસુરક્ષિત માનવામાં આવે છે. તો આ બધાની વચ્ચે ફ્લાઇટનો પાછળનો ભાગ અને પાછળની સીટ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. 

  • Follow us on: