અમદાવાદના મેઘાણીનગરમાં ગુજસેલ એરપોર્ટ પર IGP કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતાં જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ રવાના થઈ ગઈ છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં છે. મેઘાણીનગરમાં ઘોડા કેમ્પ પાસે વિમાન ક્રેશ થયું હતું. આગ લાગતાં જ નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં મુસાફરો ઈજાગ્રસ્ત હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. હાલ સુધી જાન હાનીના કોઈ અહેવાલ મળ્યા નથી.આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની પણ શક્યતાઓ સેવાઈ રહી હતી. તે ઉપરાંત તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પણ અફવાઓ ચાલી હતી. પરંતુ આખરે ખુલાસો થયો છે કે તેઓ આ પ્લેનમાં નહોતા.
વિજય રૂપાણીનો બોર્ડિંગ પાસ














