PM મોદીએ અમદાવાદમાં જે જગ્યાએ પ્લેન ક્રેશ થયુ હતુ તે ઘટના સ્થળ અને ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી, મુલાકાત બાદ PM મોદીએ X પર કરી પોસ્ટ અને કહ્યું, દુર્ઘટનાથી આપણે બધા આઘાતમાં છીએ અને આટલા બધા લોકોને ખોવા તે શબ્દોમાં ન વર્ણી શકાય, બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે અને અમે તેમનું દુઃખ સમજીએ છીએ, જે ખાલીપણું છોડી ગયા છે તે વર્ષો સુધી અનુભવાશે : PM મોદી.


રહેઠાણ તથા વાહન-વ્યવહારની સુવિધા કરાઈ

અમદાવાદ ખાતે તાજેતરમાં થયેલ દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશની દુ: ખદ ઘટનાથી સર્જાયેલ મુશ્કેલીના સમયને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ દુર્ઘટનામાં ભોગ બનેલા યાત્રીઓના સગા- સબંધીઓ માટે સરકીટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રોકાણની તથા સિવિલ હોસ્પિટલથી ઉક્ત સ્થળોએ પહોંચવા વાહન-વ્યવહારની વ્યવસ્થા કરેલ છે. જે યાત્રીઓના પરિવારજનો અથવા સંબંધીઓ આ દુર્ઘટનાના સંબંધમાં અમદાવાદ આવેલ હોય અને તેમને રહેઠાણની અથવા વાહન-વ્યવહારની જરૂરીયાત હોય, તેઓ ઉક્ત સ્થળોએ રોકાણ કરી શકશે.

ગુજરાત સરકારે કરી મોટી વ્યવસ્થા

વધુ માહિતી અથવા રૂમ તથા વાહન-વ્યવહારની વ્યવસ્થા માટે, કૃપા કરીને નીચે મુજબના સંબંધિત સત્તાધિકારીઓનો સંપર્ક કરો

કંટ્રોલ રૂમ ફોન નં. : ૦૭૯-૨૩૨૫૧૯૦૦

કંટ્રોલ રૂમ મોબાઇલ નં. : ૯૯૭૮૪૦૫૩૦૪

કૃણાલભાઇ પટેલ (માર્ગ અને મકાન વિભાગ) : ૯૪૨૯૬૧૦૧૩૭


  • Follow us on: