અમદાવાદમાં પ્લેન ક્રેશમાં માતાની મમતા ઉજાગર કરતી ઘટના સામે આવી છે.પોતાના પુત્રને બચાવવા માતા 50 ટકા દાઝી ગયા છે. માતાએ બચાવવાનો પ્રયત્ન છતાં 14 વર્ષના પુત્રનું નિધન થયું છે.માતા સીતા બેન હાલ ICUમાં સારવાર હેઠળ છે. બાળકને ગુમાવ્યા બાદ પરિવાર માતા સીતા માટે પ્રાર્થના કરી રહ્યો છે.
પુત્રને બચાવવા જતા માતા 50 ટકા દાઝી ગયા
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પોતાના પુત્રને બચાવવા માતા 50 ટકા દાઝી ગયા છે. માતાએ બચાવવાનો પ્રયત્ન છતાં 14 વર્ષના પુત્રનું નિધન થયું છે.માતા હાલ સારવાર હેઠળ છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયુ છે.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ નેતાઓ, મિત્રો, સીએમ તથા પીએમ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પરિવારને સાંત્વના આપી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પરિવારને સાંત્વના આપી હતી.વિજય રુપાણી સાથેના જૂના દિવસો યાદ કર્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે, વિજય રુપાણીના નિધન પર તેઓ શોક વ્યક્ત કરે છે.
સ્વજનોને ગુમાવવાનો દુઃખદ માહોલ જોવા મળ્યો
પ્લેન ક્રેશની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સિવિલ હોસ્પિટલ ઘાયલો અને તેમના સંબંધીઓથી ઉભરાયા હતા.અહીં પોતાના સ્વજનોને ગુમાવવાનો દુઃખદ માહોલ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના કર્મીઓએ સમગ્ર આપવીતી વર્ણવી હતી. પ્લેન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ સમગ્ર કહાનીની જુબાની આપી હતી. સિવિલ સ્ટાફે જણાવ્યુ હતુ કે, તેઓ 40થી વધુ સ્ટેચરમાં દર્દીઓને લઇ જઇ રહ્યા હતા. હોસ્પિટલમાં બુમો અને ચીસો જ સંભળાતી હતી. સ્ટાફે વધુમાં કહ્યુ હતુ કે, રાત્રે ઊંઘમાં પણ એ દ્રશ્ય યાદ આવતા હતા. તો આ તરફ, પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યુ હતુ કે, આ નહીં ભુલાય એવી ઘટના છે.