અમદાવાદ વિમાન દુર્ઘટનાથી આખા વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડી જ સેકન્ડ બાદ મેઘનાનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 265 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક રીતે બચાવ થયો છે તો બીજી તરફ ભગવદ ગીતાને કોઈ નુકસાન થયું નહીં.


ચમત્કારે બધાનું ધ્યાન ખેંચ્યું

વિમાનના કાટમાળમાં ચારે બાજુ વિનાશના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં વિમાનની સાથે હોસ્ટેલની ઇમારતને પણ ભારે નુકસાન થયું હતું જેમાં 5 મેડિકલ વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે બધું રાખમાં ફેરવાઈ ગયું પરંતુ આ વિનાશ વચ્ચે એક મોટા ચમત્કારે બધાનું ધ્યાન ખેંચ્યું છે.


ભગવદ ગીતાનો ચમત્કાર

અકસ્માતના કાટમાળમાંથી મળેલી શોધથી લોકોને આઘાત લાગ્યો છે. વિશ્વાસ કુમાર રમેશ જે સીટ 11A પર બેઠેલા હતા તેમની પાસેથી ભગવદ ગીતા હતી જે આગની લપેટમાં હોવા છતાં સંપૂર્ણપણે સુરક્ષિત હતી. વિશ્વાસ કુમાર રમેશ કહ્યું કે, હું જ્યારે ભનમાં આવ્યો ત્યારે ચારેબાજુ મૃતદેહો અને કાટમાળ હતો. હું ડરી ગયો અને દોડ્યો પરંતુ મારી નજીકના ભગવદ ગીતાના પુસ્તકને કંઈપણ નહોંતું થયું. આ ઘટના લોકોમાં આધ્યાત્મિક અને ચમત્કારિક ચર્ચાનો વિષય બની ગઈ છે.

અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનમાંથી એક જોરદાર અવાજ સંભળાયો અને તે અચાનક નીચે પડવા લાગ્યું હતું. મેઘાણીનગરમાં આવેલી એક મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે વિમાન અથડાયા બાદ ચારે બાજુ ગાઢ કાળો ધુમાડો અને જ્વાળાઓ નીકળવા લાગી હતી. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે, અમે ઘરે હતા ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. જ્યારે અમે બહાર આવ્યા ત્યારે કાટમાળ અને મૃતદેહો વિખેરાયેલા હતા. આ દ્રશ્ય જોઈને આત્મા ધ્રૂજી ઉઠ્યો હતો.


  • Follow us on: