અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત રમેશ વિશ્વાસને કરાયા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. પ્લેન દુર્ઘટનામાં એક માત્ર જીવીત વ્યક્તિને સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું.આ પ્લેન ક્રેશની ઘટનામાં એક મુસાફર સિવાય બધા લોકોના મોત થયા છે. આ પ્લેન ક્રેશ મેડિકલ કોલેજ કેમ્પસમાં થયું હતું. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પાંચ દિવસ વીતી ચૂક્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત રમેશ વિશ્વાસને કરાયા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે .


પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત રમેશ વિશ્વાસને કરાયા ડિસ્ચાર્જ 

હાલ સિવિલમાં હોસ્પિટલમાં મૃતકનાં DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. તેમના DNA મેચ થયા બાદ તેમનો નશ્વર દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ વીમા કંપની તેમજ કોઈપણ સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં કામ સરળતાથી પાર પડે તે માટે સ્વર્ગસ્થના સ્વજનોનો સત્વરે સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો સરકારે સામે ચાલીને પૂરાં પાડ્યાં છે. સ્વર્ગસ્થના પેઢીનામા સહિતના દસ્તાવેજો પંચો તથા સાક્ષીઓના આધારે આપવા વહીવટી તંત્ર સામે ચાલીને મદદરૂપ થઈ રહ્યું છે.

જિલ્લા તંત્રએ 250થી વધુ નોડલ અધિકારીઓની નિમણુંક કરી 

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાર્થિવ દેહ સોંપવાની કાર્યવાહી માટે, દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલન માટે જિલ્લા તંત્રએ 250થી વધુ નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. આ તમામ કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણુક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મૃતકોના પરિવારજનોને કોઈ હેરાનગતિ ના થાય તે માટે મૃતકનું ડેથ સર્ટિફિકેટ પણ તાત્કાલિક આપવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.


  • Follow us on: