અમદાવાદમાં એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા મોટી દુર્ઘટના બની. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું AI171 પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતા નાસ ભાગ મચી હતી. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયાના થોડી જ ક્ષણમાં (1.40 વાગે) દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં મુસાફરો ઉપરાંત ઇન્ટર્ન ડોક્ટરોએ પણ જીવ ગુમાવ્યા. પ્લેન દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદી સામે આવતા દેશહચમચી ઉઠ્યો હતો.


અમદાવાદમાં બની પ્લેન ક્રેશ દુર્ઘટના

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજપતના ડિરેક્ટર અને અનેક દિગ્ગજ હસ્તીઓ સહિત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી પણ અકસ્માતનો ભોગ બન્યા. વિજયરૂપાણીના નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાયો. પ્લેન દુર્ઘટનાને લઈને આજે વધુ એક ચોંકાવાનારી માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં મહારાષ્ટ્ર NCPના દિગ્ગજ નેતાના સંબંધી પણ મૃત્યુ પામ્યા.

એનસીપીના નેતાએ આપી માહિતી

મહારાષ્ટ્રના એનસીપીના નેતા સુનીલ તટકરેએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મારા પુત્રવધુનું મોત નિપજયું. અપર્ણા મહાડિક મારી નાના ભાઈના પુત્રની વહુ છે એટલે કે મારો ભત્રીજો અપર્ણાનો પતિ છે. આમ અપર્ણા મહાડિક મારી પુત્રવધુ થાય. અપર્ણા મહાડિક આ પ્લેનમાં મુસાફર નહી પરંતુ ક્રૂ મેમ્બર તરીકે સવાર હતા. 42 વર્ષીય અપર્ણા મહાડિક કેબિન ક્રૂ મેમ્બર તરીકે એર ઇન્ડિયાની લંડન જતી ફલાઈટમાં સવાર હતા. પણ કોણ જાણતું હતું કે આ તેમની છેલ્લી ફ્લાઇટ હશે.

ટેકઓફ થયાની થોડી જ ક્ષણમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત

અકસ્માત સમયે જયારે તેઓ દિલ્હીમાં હતા ત્યારે તેમને આ માહિતી મળી હતી. વધુમાં કહ્યું કે મહાડિક પરિવારને આ દુ:ખદ અકસ્માત વિશે જાણ કરવામાં આવી છે. અપર્ણા મહાડિકનો પરિવાર મુંબઈના ગોરેગાંવમાં રહે છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર, વિમાન ટેકઓફ કર્યાના માત્ર 5 મિનિટ પછી જ ક્રેશ થયું હતું. વિમાન 625 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ ઝડપથી નીચે આવવા લાગ્યું પછી એક ભયાનક વિસ્ફોટ થયો. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો, મિત્રો ગુમાવ્યા. 

  • Follow us on: