પ્લેન દુર્ઘટનામાં ભાવનગરના 3 યાત્રીઓના મોત થયા છે. આ ઘટનામાં સોની પરિવારની દિકરી, જમાઈ, જેઠાણીનું આ પ્લેન ક્રેશની ઘટનામાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ સોની પરિવાર ભાવનગરથી લંડન જઈ રહ્યો હતો.


પ્લેન ક્રેશમાં ભાવનગરના 3 લોકોના મોત

અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. તેમાં સવાર 236થી વધારે લોકોના મોત થયા છે. આ ઘટનામાં ભાવનગનો સોની પરિવાર પણ છે. ભાવનગરનો આ પરિવાર લંડન જઈ રહ્યો હતો. આ પરિવારના 3 લોકોના મોત થતા શોકનો માહોલ છવાયો છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં અલ્પા સોની, સ્વપ્નીલ સોની, યોગા સોનીનું મોત થયું છે.

સોની પરિવારના 3 લોકોના મોતથી શોક

પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોક સામેલ છે. જેમાં ભાવનગરોનો સોની પરિવાર પોતાના વતનથી લંડન જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બનતા સોની પરિવારના 3લોકોના મોત થતા શોકનો માહોલ છવાયો હતો. ભાવનગર સોની પ્રેમજી વશરામ પરિવારના દિકરી,જમાઈ, અને દિકરીની જેઠાણી એમ 3 લોકો ફ્લાઇટમાં હતા. 

  • Follow us on: