ભાવનગર શહેરમાં આવતીકાલથી 3 દિવસ વીજકાપ રહેશે, PGVCL દ્વારા વીજલાઈનની કામગીરીને લઈ વીજકાપ મૂકવામાં આવશે તો સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે અને આ વીજકાપ ભરતનગર, વાઘાવાડી, રૂપાણી ફિડરના વિસ્તારોમાં રહેશે, 5 કલાકના વીજકાપથી લોકોને ગરમીમાં શેકાવાનો વારો આવશે.


વીજની કામગીરીને લઈ વીજકાપ રહેશે

પ્રિ મોન્સૂન અને મેઇન્ટેનન્સની કામગીરીને લઈ ઝીકવામાં આવ્યો વીજ કાપ. તો ભર ઉનાળામાં વીજ કાપ મૂકવામાં આવતા સ્થાનિકો પણ અકળાયા છે અને તંત્ર સામે રોષની લાગણી વ્યકત કરાઈ છે. PGVCL દ્વારા વીજ લાઇનની અગત્યની કામગીરી ને લઈ વીજકાપ આપવામાં આવ્યો છે. શહેરના ભરતનગર ફીડર, વાઘાવાડી ફીડર અને રૂપાણી દિવડી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ મૂકાશે, શહેરના સીદસર રોડ, કાળિયાબીડ , કામિનીયા નગર, શિવ પાર્ક, નવું અને જૂનું ભગવતી, ભગવતી સર્કલથી વિરાણી સર્કલનો વિસ્તાર, સરદાર નગર, મોખડાજી સર્કલ સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

અલગ-અલગ વિસ્તારોમાં મેઇન્ટેનન્સ કામગીરી કરાશે

વીજ કાપને લઈ અલગ-અલગ વિસ્તારોમાં મેઈન્ટેનન્સ કામગીરી કરાશે, જેમાં આગામી સમયમાં ચોમાસાની સિઝન છે ત્યારે તેને ધ્યાને લઈ આ કામીગીરી કરવામાં આવશે, સ્થાનિકોનો 5 કલાક ગરમીથી શેકાવું પડશે પરંતુ આગામી સમયમાં વીજળીને લઈ કોઈ તકલીફ ના પડે તે હેતુને ધ્યાને લઈને વીજ કામગીરી કરવામાં આવશે.

 

  • Follow us on: