અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ‘પ્રાર્થનાસભા’ તારીખ 20 જૂન, 2025 આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાથના સભામાં રાજસ્થાન CM ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો હતો. ભજનલાલ શર્માએ કહ્યું કે RSS અને ABVPમાં વિજયભાઇએ બહુ કામ કર્યું. મારે વિજય રૂપાણી સાથે જૂનો પરિચય છે. અમે ABVPમાં સાથે કામ કર્યું છે. આપડે બધાએ તેમની પાસેથી શીખવું જોઈએ.તેમની ગેરહાજરી શબ્દોમાં ન વર્ણી શકાય. આવા વ્યક્તિત્વને ગુમાવવું એ મોટું નુકસાન છે.
આ હૃદય બેસી જાય તેવી ઘટના
આ પ્રથના સભામાં જે પી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આપણે લોકોએ આવી કલ્પના પણ નહીં કરી હોય કે જીવનમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવશે. આ હૃદય બેસી જાય તેવી ઘટના છે.દિલ અને મને સમજાવવું કે વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી. વિજયભાઈએ અનેક જવાબદારીઓ નિભાવી હતી.વિજયભાઈની વિશેષ બાબત એ હતી કે ક્યારે પદને જોયું નથી.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક જ યાત્રી જીવિત બચ્યો
અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 242માંથી માત્ર એક જ યાત્રી જીવિત બચ્યો હતો. બાકીના મુસાફરો મોતને ભેટ્યા હતા. દુર્ઘટના બાદ મૃતદેહોની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહો તેમના પરિવારને સોંપવા માટે DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ મામલે અત્યાર સુધી 220 DNA મેચ કરવામાં આવ્યા છે. 202 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.
પૂર્વ સીએમે પણ ગુમાવ્યો જીવ
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સામાન્ય યાત્રીઓ સાથે રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રુપાણી પણ સવાર હતા. તેઓ પોતાના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાના ગણતરીના ક્ષણોમાં જ ફ્લાઇટ ક્રેશ થઇ હતી. એર ઇન્ડિયા પ્લેન મેઘાણી નગરમાં આવેલા બોયઝ મેડિકલ હોસ્ટેલના મેસ પર ક્રેશ થયુ હતુ. જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા.