અમદાવાદમાં એરઇન્ડિયાનું પ્લેન AI171 પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતા નાસ ભાગ મચી હતી. પ્લેન દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં એકસાથે આટલી મોટી જાનહાનિ થતા દેશહચમચી ઉઠ્યો હતો. પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનામાં વિદેશના નાગરિકો ઉપરાંત ગુજરાતના અલગ-અલગ જિલ્લાના લોકોના મોત થયા. દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોની યાદી સામે આવી જેમાં કચ્છના કોડકી ગામના ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યું.
અમદાવાદના મેઘાણીનગરમાં ગુરુવાર (12 જૂન)ના રોજ ગોઝારી દુર્ઘટના બની. શહેરમાં મેઘાણીનગરમાં એરઈન્ડિયાનું પ્લેન ટેક ઓફ થયાના થોડી જ ક્ષણોમાં ક્રેશ થતા ભયાનક અકસ્માત બન્યો. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કચ્છના કોડકી ગામના ત્રણ લોકોના મોત થતા થયા. મૃતક તમામ લોકો ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા કચ્છ આવ્યા હતા. અને બાદમાં ગઈકાલે લંડન પરત જતા સમયે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ થતા દુર્ઘટનાનો ભોગ બન્યા. કોડકી ગામના સુરેશ હિરાણી, પુત્ર અને માતા પ્લેનમાં સવાર હતા. પ્લેન દુર્ઘટનામાં ત્રણેય લોકોના મોત નીપજ્યા. ત્રણના મોતથી કોડકી ગામમાં શોકનો માહોલ છવાયો.













