અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ યાત્રા તેમના માટે અંતિમ સાબિત થઇ છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં ભૂતપૂર્વ સીએમ વિજય રુપાણીનું પણ નિધન થયુ છે. ત્યારે તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવામાં આવશે. તેમના નિવાસસ્થાને લોકોની અવર જવર શરુ છે. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી લંડનથી તેમના નિવાસસ્થાન પહોંચ્યા છે.
રાજકોટમાં નિકળશે અંતિમ યાત્રા













