અમદાવાદમાં પ્લેન ક્રેશમાં વિસનગરની અંકિતા પટેલનું મોત થયું છે, પરિજનોની સાંસદ હરિભાઈ પટેલે લીધી મુલાકાત અને અંકિતાના પરિવારજનોને પાઠવી સાંત્વના, તો ગત ડિસેમ્બરમાં જ અંકિતાના લગ્ન થયા હતા અને અંકિતાના પતિ વસંત પટેલ લંડનમાં રહેતા હતા અને અંકિતા ડિપેન્ડન્ટ વિઝા પર લંડન જવા નીકળી હતી.
અંકિતાએ પ્લેનમાં ભાણી સાથેનું સ્ટેટ્સ મૂક્યું હતું
તો વિસનગરની અંકિતાએ પ્લેનમાં ભાણી સાથે સ્ટેટસ પણ મૂકયું હતુ અને પ્લેનમાં બેસીને અંકિતાએ કોલ પણ કર્યો હતો, કોલ કર્યા બાદ અંકિતાનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ પરિજનોને ખબર પડી કે અંકિતા હવે આ દુનિયામાં નથી રહી, તો અંકિતાના પરિજનોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને મૃતદેહની ઓળખ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા
તો બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રુમમાં મૃતદેહોના ઢગલા જોવા મળ્યા છે અને સળગેલી હાલતમાં મૃતદેહો જોવા મળ્યા છે, મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે.
પ્લેન ક્રેશમાં વડોદરાના કેતન શાહનું મોત
કેતન શાહ લંડનમાં સ્થાયી થયા હતા, પિતા બીમાર હોવાથી વડોદરા આવ્યા હતા, પરત લંડન જતા પ્લેન ક્રેશમાં થયું મોત, કેતન શાહના પત્ની અને બાળકો લંડનમાં છે, પરિવારજનોને મૃતકના પત્ની-બાળકોની ચિંતા સતાવી રહી છે, પરિજનોએ એર ઇન્ડિયા સામે રોષ વ્યક્ત કર્યો અને પ્લેનમાં ખરાબી હતી તો ટેક ઓફ કેમ કર્યું તેવો પરિજનોનો આરોપ છે, તો પરિજનોનું કહેવું છે કે તંત્ર અમને મળ્યું નથી અને ફોન પણ નથી આવ્યો.