અમદાવાદમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વિમાન અમદાવાદથી લંડાન માટે ઉડાણ ભરી રહ્યું હતું. ટેક ઓફના 59 સેકન્ડ બાદ આ વિમાન મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના મૃત્યુ થયા છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, જેમનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી લંડન આવી રહેલું આ વિમાન ક્રેશ થઈને મેજિકલ કોલેજ પર જઈને પડ્યું હતું. આ પછી આ વિમાનમાં આગ લાગી હતી. એર ઈન્ડિયાના આ વિમાન બપોરે 1-38 વાગ્યે ઉડાણ ભરી હતી. અને બે મિનિટ પછી એટલે કે બપોરે 1-40 વાગ્યે ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં ફક્ત એક વ્યક્તિ જીવતો બચી ગયો હતો, જે સીટ નંબર 11A પર બેઠો હતો. તેની હાલ સારવાર ચાલી રહી છે.
આ ઘટનામાં પીએમ દુનિયાના ઘણા દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોએ દુખ જતાવ્યું છે. પિડીતના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટનામાં ત્રણ મેડિકલ સ્ટુડન્ટના પણ મોત નિપજ્યા છે અને ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમનો સિવિલ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. જાણો આ ઘટના સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબો
અમદાવાદ પ્લેન ક્રેશ સાથે જોડાયેલા 33 મોટા સવાલો
1. ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું વિમાન
એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું.
2. એટીસી સાથે સંપર્ક કઈ રીતે તૂટ્યો?
ઉડાણ ભર્યા બાદ પાયલોટે એટીએના મેડેને કોલ કર્યો. ત્યારબાદ જ્યારે એટીસી તરફથી કોલ કરવામાં આવ્યો તો ફ્લાઈટ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહોતી. તેના તરત પછી પ્લેન ક્રેશ થઈ ગયું.
3. કઈ હોસ્ટેલ પર પડ્યું વિમાન?
આ એર ઈન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલ પર જઈને પડ્યું.
4. કેટલા વિદ્યાર્થીઓના મોત
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ત્રણ મેડિક સ્ટુડન્ટ્સના મોત થયા
5. વિમાનમાં કેટલા પેસેન્જર્સ હતા.
લંડન જતી આ ફ્વાઈટમાં 242 યાત્રીઓ હતા.
6. કેટલા પુરુષ, કેટલી મહિલા અને કેટલા બાળકો?
વિમાનમાં 100થી વધુ પુરુષો, 89 મહિલાઓ અને 13 બાળકો હતા.
7. કેટલા દેશના કેટલા પેસેન્જર્સ ?
ઈંગ્લેન્ડ - 53
પુર્તગાલ - 7
કેનેડા -1
ભારત -169
8. અત્યાર સુધીમાં કેટલા લોકોના મૃત્યુ થયા?
વિમાનમાં કુલ 242 લોકો હાજર હતા. જેમાં એક વ્યક્તિને છોડીને તમામ લોકોના મૃત્યુ નિપજ્યા છે.
9. ઘાયલોને કઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા?
ઘાયલોને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યા.
10. પાયલોટ કોણ હતો?
પાયલોટનું નામ કેપ્ટન સુમીત સભરવાલ હતું. તેમને 8200 કલાકનો વિમાન ચલાવવાનો અનુભવ હતો.
11. કો-પાયલોટ કોણ હતા?
કો-પાયલોટનું નામ ક્લાઈવ કુંદર હતું. કુંદરને 1100 કલાક ફ્લાઈટ ઉડાણનો અનુભવ હતો.
12. ક્રુ માં કેટલા લોકો હતા?
ક્રુમાં 12 લોકો હતા.
13. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને કેટલું વળતર મળે છે?
વળતરની વાત કરીયે તો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે અલગ અલગ રકમ છે. જો કોઈ ડોમેસ્ટિક ફ્લાઈટ ક્રેશ થાય છે તો એરલાઈન્સ કંપની પીડિતના પરિવારને 20 લાખ રૂપિયા વળતર આપવામાં આવે છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટેપેસેન્જર ચાર્ટ્સ પ્રમાણે દોઢ કરોડથી વધુ વળતર મળે છે.
14. ઘાયલોને કેટલું વળતર આપવામાં આવે છે?
ઘાયલો માટે એરલાઈન્સ કંપની તેના હિસાબે નક્કી કરે છે.
15. અત્યાર સુધીમાં ટેક ઓફ કરતી વખતે કેટલી દુર્ઘટના બની છે?
એવિએશન સેફ્ટી નેટવર્ક અનુસાર 2017 થી 2023 વચ્ચે સમગ્ર વિશ્વમાં કુલ 813 વિમાન દુર્ઘટનાઓ બની છે. જેમાં લગભગ 41 ટકા ટેક ઓફ દરમિયાન બની છે. જેનો અર્થ એ છે કે 113 ઘટના ટેક ોફ દરમિયાન બની છે.
16. અત્યાર સુધીની મોટી વિમાન દુર્ઘટના કઈ છે?
1996- ચરખી દાદરી વિમાન દુર્ઘટના, 349 મોત
1978- એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટના, 213 મોત
1973- નવી દિલ્હી વિમાન દુર્ઘટના, 48ના મોત
1985- એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના, 329 લોકોના મોત
1993- ઓરંગાબાદ એરપોર્ટ દુર્ઘટના, 55 લોકોના મોત
2010- મંગલુરુ વિમાન દુર્ઘટના, 158 મોત
2020 - એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટના, 21 મોત
17. વિમાન નંબર શું હતો?
એર ઈન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઈનર વિમાન, વિમાન નંબર AI 171
18. કોણ બનાવે છે આ વિમાન?
અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગનું ડ્રીમલાઈનર વિમાન એક મોર્ડન એરક્રાફ્ટ છે. જેને ડિસેમ્બર 2013માં બોઈંગ કોમર્શિયલ એરપ્લેન્સે બનાવ્યું છે. તેને લાંબા અંતરના ઉડાણો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
19. આ વિમાનની વિશેષતા શું છે?
બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર વિમાનની વિશેષતા એ છે કે આ એક મિડ સાઈઝ, ટ્વીન એન્જીન, વ્હાઈટ બોડી જેટ વિમાન છે. બોંઈગનું આ વિમાન 14,000 કિલોમીટુ સુધી ઉડી શકે છે. તે 200-250 પેસેન્જર્સને લઈ જઈ શકે છે.
20. આ વિમાનની કિંમત શું છે?
બોઈંગ ડ્રીમલાઈનર 787-8ની કીંમત 243.6 મિલિયન ડોલર છે, જે ઈન્ડિયન કરન્સી પ્રમાણે 2100 કરોડ થાય છે.
21. બુકીંગના કેટલા વર્ષ પછી ડિલિવરી મળે છે?
બોઈંગ વિમાનની ડિલિવરી 5 થી 10 વર્ષ પછી મળે છે.
22. બોઈંગને એર ઈન્ડિયાએ કેટલા વિમાનનો ઓર્ડર આપ્યો છે?
ન્યુઝ એજન્સી પ્રમાણે ટાટા ગૃપ કંપની એર ઈન્ડિયાએ બોઈંગને 200 નવા વિમાનનો ઓર્ડર આપ્યો છે.
23. બોઈંગ વિમાનની કંપની દ્વારા અત્યાર સુધીમાં કેટલી દુર્ઘટના બની છે?
બોઈંગના 108 વર્ષના ઈતિહાસમાં 6000થી વધુ વિમાન દુર્ઘટના બની છે. જેમાં 9000થી વધુ લોકોના મોત થયા છે.
24. ઉડાણની કેટલી મિનિટ પછી વિમાન ક્રેશ થયું?
ઉડાણની લગભગ 2 મિનિટ પછી વિમાન ક્રેશ થયું.
25. અત્યાર સુધીમાં શું ખામીઓ આવી?
એક્સપર્ટના કહ્યા અનુસાર અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનનાના સંભવિત કારણ બંને એન્જીનનું ફેલ થવું અથવા તો તરત કોઈ પક્ષીનું ટકરાઈ જવું હોય છે.
26. વિમાન દુર્ઘટનાની તપાસ કોણ કરે છે?
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો એટલે કે AAIB કરશે.
27 બ્લેક બોક્સ મળ્યું?
ઘટના બાદ એર ઈન્ડિયાના વિમાનનું બ્લોક બોક્સ જપ્ત કરાયું, જેના દ્વારા ઘટના અંગેની માહિતી મળશે.
28. કોણ કરે છે તપાસ?
બ્લેકબોક્સની તપાસ સામાન્ય રીતે સ્વતંત્ર અને અધિકારીઓની તપાસ એજન્સી કરે છે.
29. કયા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા?
- બ્રિટીશ નાગરિકો માટે - 020 7008 5000
- અમદાવાદ પોલીસ હેલ્પ લાઈન નંબર- 7925620359
- એર ઈન્ડિયા હેલ્પ લાઈન નંબર- 1800 5691 444
- નાગરિક ઉડ્જ્યન મંત્રાલય હેલ્પલાઈન નંબર- 011- 24610843
- ગુજરાત સરકાર હેલ્પલાઈન નંબર - 079-232 51 900
30. પરિવારજનોને ડેડ બોડી કેવી રીતે મળશે?
DNA ટેસ્ટ બાદ તેમને ડેડ બોડી પરત કરવામાં આવશે.
31. મૃતદેહની ઓળખ કેવી રીતે થશે?
DNA સેમ્પલ દ્વારા
32. કોઈ જીવીત બચ્યું?
પ્લેનમાં બેસેલા 242માંથી 241 પેશન્ટના મોત નિપજ્યા છે. ફક્ત સીટ નંબર 11A પર બેસેલો એક યાત્રી જીવીત મળ્યો છે. તેની સારવાર હાલ ચાલી રહી છે. તેનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે.













