અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે UPSC અને GPSC પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોના સન્માન માટે વિશેષ સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા. સમારોહ દરમિયાન UPSCમાં સફળ થયેલા 5 અને GPSCમાં ઉત્તિર્ણ થયેલા 1337 ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું.


ઉત્તિર્ણ થનાર ઉમેદવારોને CM ભૂપેન્દ્ર પટેલની ટકોર

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ સર્વિસ કેન્દ્ર માટે 5 કરોડ રૂપિયાનું અનુદાનની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ સહાયથી વધુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રીએ સફળ ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારી સેવા માત્ર પદ નથી, પરંતુ તે મોટી જવાબદારી છે. તેમણે ઉમેદવારોને ટકોર કરતા કહ્યું કે સરકારી અધિકારી તરીકે કામ કરતી વખતે પ્રજાને મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવી જોઈએ.

પ્રજાજનોની સુખાકારી ધ્યાને રાખી આગળ વધોઃ CM

લોકોને હેરાન થવું ન પડે તેવી પારદર્શક અને સંવેદનશીલ સેવા આપવી એ દરેક અધિકારીની ફરજ છે. CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે પ્રજાજનોની સુખાકારી અને વિકાસને કેન્દ્રમાં રાખીને કામ કરવું જોઈએ. રાજ્ય અને દેશના વિકાસમાં યુવા અધિકારીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનો હાજર રહ્યા હતા અને સફળ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી.

આ પણ વાંચો : Bhavnagar News: ભાવનગર મનપામાં વહીવટદાર શાસનનો પ્રારંભ, રજાના દિવસે હર્ષદ પટેલે ચાર્જ સંભાળ્યો


  • Follow us on: