અમદાવાદના જુહાપુરામાં યુવકની રવિવારે મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે. પાડોશીના ઝઘડાએ હિંસક રૂપ ધારણ કરતા 20 વર્ષના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. સંકલિતનગરમાં યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. મૃતક સુફિયાનને અજાણ્યા લોકોએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના મામલે 5 આરોપીઓ હાલ ફરાર થયા છે.
જુહાપુરામાં યુવકની હત્યા













