અમદાવાદની 4 પ્રિ-સ્કૂલને FRCએ નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે. બિલાડીના ટોપની જેમ ઉગી નિકળેલી પ્રિ-સ્કૂલ્સ દ્વારા બેફામ ફી વસુલાતી હોવાની બુમો પડી હતી જેથી FRC પાસેથી મંજૂરી લીધા વગર ફી વસૂલતા નોટિસ આપવામાં આવી છે.
FRC પાસેથી મંજૂરી લીધી ન હતી
FRCએ આ 4 પ્રિ-સ્કૂલને 5 લાખના દંડ સાથે નોટિસ પાઠવી છે કારણ કે એફઆરસીની મંજૂરી લીધા પહેલા જ સ્કૂલ દ્વારા ફી વસૂલાઈ હતી.
આ સ્કૂલ્સને નોટિસ અપાઇ
જે સ્કુલોને નોટિસ અપાઇ છે તેમાં જેમ્સ જેનેસિસ, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, દેવ આશિષ બોપલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ સ્કુલોએ મંજૂરી લીધા વગર જ વાલીઓ પાસેથી ફી વસુલી હોવાનું જણાયું હતું.
અમદાવાદની 70થી વધુ પ્રિ-સ્કૂલ સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી થઇ શકે
સુત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં એવી ઘણી પ્રિ સ્કુલ્સ છે જેના દ્વારા આ પ્રકારે એફઆરસીની મંજૂરી વગર જ ફી વસુલવામાં આવી રહી છે જેથી આગામી સમયમાં અમદાવાદની 70થી વધુ પ્રિ-સ્કૂલ સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે ટ્રસ્ટ હેઠળ ચાલતી પ્રિ-સ્કૂલને FRCની મંજૂરી લેવી જરૂરી છે. કોઇ પણ સ્કૂલ કે પ્રિ સ્કૂલ એફઆરસીની મંજૂરી વગર ફી વસુલી શકતી નથી.
FRC દ્વારા સ્કૂલને 5 લાખના દંડ સાથે નોટિસ
આ તમામ સ્કૂલોએ FRC દ્વારા સ્કૂલને 5 લાખના દંડ સાથે નોટિસ પાઠવી છે પણ તેણે FRC મંજૂરી આપે તે પહેલાં જ વાલીઓ પાસેથી ફી ઉઘરાવી હતી.એફઆરસીના નિયમોનો ભંગ કરનારી શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાયેલી હતી. અગાઉ એવા પણ અહેવાલો બહાર આવ્યા હતા કે આ નામાંકિત શાળાઓએ પોતાની મનમાની ચલાવીને પોતાની શાળામાં પ્રિ પ્રાયમરી સ્કૂલ ચલાવતા હોવા છતાં તેમણે એફઆરસીમાં આ માટે દરખાસ્ત કરી જ ન હતી અને તેમણે દરખાસ્તમાં પ્રિ પ્રાયમરી શાળા વિશે જણાવેલું પણ ન હતું જેથી આ મામલે તપાસ પણ શરુ કરાઇ હતી. ભુતકાળમાં પણ એફઆરસીના નિયમોનો ભંગ કરનારી શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાયેલી છે













