અમદાવાદ શહેરને આમ તો હેરટેજ સિટી કહેવામાં આવે છે પરંતુ શહેરની અનેક એવી હેરિટેજ સાઈટ છે જે જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે જોકે, રાજ્યનો અને દેશનો પુરાતત્વ વિભાગ જાણે કુંભ કરીને નિંદ્રામાં સૂતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થતાં નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.


અમદાવાદ શહેરમાં અનેક એવી હેરિટેજ સાઇટ આવેલી છે પૌરાણિક છે

તેમાં કરાયેલી કલાકૃતિઓ દુર્લભ છે અને આ જ કારણ છે આવી સાઈટોને હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ અમદાવાદમાં આવેલી હોવાના કારણે અમદાવાદને હેરિટેજ સિટી પણ મળ્યું છે પણ આ બધું મળ્યા બાદ રાજ્યનું પુરાતત્વ વિભાગ જાણે કુંભકરણ નિંદ્રામાં સુઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શહેરના અસારવા વિસ્તારમાં આવેલ 800 વર્ષ જૂની માતર ભવાની માતાની પૌરાણિક વાવ આવેલી છે જે ખૂબ જર્જરિત હાલતમાં છે જેના સમારકામ માટે સ્થાનિકો તેમજ શ્રદ્ધાળુઓએ અનેક વાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ આ વાવનું સમારકામ નથી કરવામાં આવ્યું માત્ર પુરાતત્વ વિભાગ દ્વારા ચેતવણીના ભાગરૂપે બોર્ડ લગાવીને સંતોષ માનવામાં આવ્યો છે..

પુરાતત્વ વિભાગના અધિકારીઓએ એક સિક્યુરિટી ગાર્ડને આ વાવમાં તૈનાત કર્યા છે

સ્થાનિકો અને શ્રદ્ધાળુઓની વાતને સમારકામ કરવાની માંગ દિવસેને દિવસે ઉગ્ર બનતા પુરાતત્વ વિભાગના અધિકારીઓએ એક સિક્યુરિટી ગાર્ડને આ વાવમાં તૈનાત કર્યા છે જે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે પણ રોકી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે 800 વર્ષ જૂની આ દુર્લભ વાવ હેરિટેજ સાઇટની સાથે આસ્થા સાથે જોડાયેલું કેન્દ્ર પણ છે જેનું ત્વરિત ધોરણે સમારકામ થવું જરૂરી છે. માત્ર કોઈ સાઈટને હેરિટેજ સાઇટ જાહેર કરી દેવાથી તેને જાળવણી નથી થતી.

અમદાવાદના અસારવામાં આવેલી વાવ પણ જર્જરિત છે

શહેરમાં અનેક એવી હેરિટેજ સાઇટ આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે આવી હેરિટેજ સાઇટની સમયાંતરે સારસંભાળ રખાતી હોય છે જોકે અસારવા વિસ્તારમાં આવેલી આ હેરિટેજ સાઈટ પર ઓછી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓ આવતા હોવાના કારણે આ હેરિટેજ સાઇટ પ્રત્યે પુરાતત્વ વિભાગ ભેદભાવ રાખી રહ્યું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ વાવ જર્જરિત છે અને ગમે ત્યારે તૂટી પડે તે હાલતમાં છે ત્યારે પુરાતત્વ વિભાગે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા આ વાવનું સમારકામ થાય તે જરૂરી છે.

 

  • Follow us on: