અમદાવાદમાં બેફામ ગતિએ દોડતા વાહનોનો કહેર યથાવત રહ્યો છે. શહેરના અગોરા સર્કલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બેફામ ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલી મહિલાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. આ ઘટના બપોરના સમયે બની હતી.


ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત

મૃતક મહિલા પોતાના એક્ટિવા પર પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે મહિલા ટ્રકના પૈડા નીચે આવી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ શોકમય બની ગયું હતું.

ટ્રક ચાલક અકસ્માત સર્જીને થયો ફરાર 

અકસ્માત ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તદુપરાંત પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ચાલકને ટ્રક નંબરના આધારે પકડવા માટે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહન ચાલકોના જોખમ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.


  • Follow us on: