ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડી પાડવા માટે લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય થયું છે. છાશવારે લાંચિયા અધિકારીઓની અટકાયત થવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં મહાનગર પાલિકાના પૂર્વ ઝોનના એસ્ટેટ TDO જિજ્ઞેશ શાહ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ACBએ જિજ્ઞેશ શાહની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ACBએ વર્ષ 2012થી 2022 સુધીની આવકની તપાસ કરી હતી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં મહાનગર પાલિકાના ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાયા બાદ અનેક લાંચિયા અધિકારીઓ ACBની તપાસમાં સામે આવ્યા હતાં. હવે અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ ઝોનના એસ્ટેટ ટીડીઓ જિજ્ઞેશ શાહ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે ACBએ વર્ષ 2012થી 2022 સુધીની આવકની તપાસ કરી હતી. જેમાં સરકારી આવક કરતાં 102.49 ટકા વધુ સંપત્તિ મળી આવી હતી.

3.7 કરોડની વધુ આવક મળતા તેની સામે ફરિયાદ નોંધવામા આવી

ACBની તપાસમાં જિજ્ઞેશ શાહની 3.7 કરોડની વધુ આવક મળતા તેની સામે ફરિયાદ નોંધવામા આવી છે. ACBએ તપાસ બાદ જિજ્ઞેશ શાહની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આજે ACBએ રાજ્યમાં બે લાંચિયા અધિકારીઓને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા છે. ACB સક્રિય હોવા છતાં સરકારી અધિકારીઓને જાણે કોઈ ડર જ ના હોય તેમ લાંચની માંગ કરી રહ્યા છે.


  • Follow us on: