ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાશે આવી રહ્યાં છે. આગામી 21જૂનએ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. 21 જૂન ઈન્ટરનેશનલ યોગ ડે મનાવવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે. ઈન્ટરનેશનલ યોગ દિવસની રાજ્ય ભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે. સાથે અમદાવાદમાં યોગ દિવસના કાર્યક્રમમાં હાજર રહશે.


21જૂનએ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે

વિશ્વભરમાં 21 જૂન 2025એ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે યોગ ખૂબ જરૂરી છે. યોગનો ઈતિહાસ અને તેની ઉત્પતિ હજારો વર્ષ જુની છે. અમદાવાદમાં યોગ દિવસના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. ઈન્ટરનેશનલ યોગ દિવસની રાજ્ય ભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નામે નોંધાયા છે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે શરૂ કરેલા અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પ્રાપ્ત થઈ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 નિમિત્તે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સુરતમાં આયોજિત યોગ સત્રમાં 1,47,952 લોકોએ ભાગ લીધો હતો. વિશ્વમાં આટલી બહોળી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હોય તેવું આ પહેલીવાર થયું હતું અને આ વિક્રમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરી, 2024ના રોજ બીજો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જેમાં 50,000થી વધુ લોકોએ પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિર સહિત 108 સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિર અને યોગોત્સવ-2023 જેવા કાર્યક્રમોમાં અમદાવાદ, વડોદરા અને અનેક ગ્રામીણ વિસ્તારોમાંથી લાખો લોકોએ ભાગ લીધો છે. આ ઉપરાંત, વિશેષ સમર કેમ્પના માધ્યમથી બાળકોને યોગનો પરિચય થયો છે અને બાળપણથી જ સ્વસ્થ દિનચર્યા કેળવવાનું પ્રોત્સાહન મળ્યું છે.


  • Follow us on: