વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ રાજ્ય સરકારે ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કરી નાંખ્યા છે. હવે અધિકારીઓ રાજ્યના અન્ય બ્રિજોની તપાસ માટે દોડી રહ્યાં છે. અમદાવાદમાં અધિકારીઓ દ્વારા બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું છે. શહેરમાં વિવિધ બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું હતું. બ્રિજમાં દેખાયેલી ખામીઓની અધિકારીઓએ નોંધ લીધી હતી. બીજી તરફ શહેરા હાટકેશ્વર બ્રિજને પણ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજને તોડવાનો 3.09 કરોડનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવાયું હતું.
ઈન્કમટેક્સ બ્રિજના પોપડા ખર્યા













