અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા લગાવાયેલા પોસ્ટરો અને બેનરો બાદ ભારે વિરોધ થતાં આખરે ટ્રાફિક પોલીસે આ વિવાદીત પોસ્ટરો દુર કર્યા હતા. ગઇ કાલે શુક્રવારે સંદેશ ન્યૂઝે આ વિવાદીત પોસ્ટરો અંગેનો અહેવાલ પ્રસારિત કરતાં જ ટ્રાફિક પોલીસ શરમમાં મુકાઇ હતી અને આખરે આ વિવાદીત પોસ્ટરો અને બેનરો હટાવ્યા હતા અને આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પણ કરી હતી.
કેટલાક સ્થળો પર ટ્રાફિક પોલીસ દ્વારા બેનરો અને પોસ્ટરો લગાવાયા હતા












