અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઇ છે અને શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધનું કડક પાલન શરુ કરાયું છે. પોલીસે શાસ્ત્રી બ્રિજના બંને છેડે બેરિકેડિંગ લગાવ્યા છે અને ભારે વાહન ન જાય માટે ટ્રાફિક પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે ભારદારી વાહનો શાસ્ત્રી બ્રિજ પસાર કરવા આવી રહ્યા છે તેમને ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી હતી.


ભારદારી વાહનો બેરોકટોક પસાર

શાસ્ત્રી બ્રિજ પર 8 ફેબ્રુઆરી સુધી ભારે વાહન માટે મુકાયો પ્રતિબંધ છે પણ પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહનો બેરોકટોક પસાર થતાં હતા. રવિવારે 10 ઓગષ્ટે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારીત કરતા હવે પોલીસ એક્શનમાં આવી છે.



અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ જર્જરીત છે

ઉલ્લેખનિય છે કે અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ જર્જરીત છે અને જો ભારદારી વાહનો પસાર થાય તો મોટી દૂર્ઘટના પણ સર્જાઇ શકે છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ફેબ્રુઆરી માસ સુધી શાસ્ત્રી બ્રિજ પર ભારદારી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુક્યો હતો છતાં ભારદારી વાહન ચાલકો બેરોકટોક અહી પસાર થતાં હતા.

જાહેરનામુ પ્રસિદ્ધ પણ અમલ થતો ન હતો

જો પોલીસ કમિશનર દ્વારા આ પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું તો પછી ટ્રાફિક પોલીસ દ્વારા તેનો અમલ કેમ કરવામાં આવતો ન હતો તે બાબતે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. માત્ર જાહેરનામું બહાર પાડીને હાથ ખંખેરી લેવા તે છટકબારી છે અને તેથી તેનો ચુસ્ત પણ અમલ થવો પણ એટલો જ જરુરી છે. વાહન ચાલકોને આ પ્રકારના જાહેરનામાની જાણ ના હોય તે સ્વાભાવિક છે જેથી પોલીસે બ્રિજની બંને તરફ હાજર રહીને જાણ કરવી જરુરી છે.



સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું

આખરે અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ આજથી અમલમાં મુકાયો હતો ભારે વાહનો જીવના જોખમે જતા હોવાના સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને શાસ્ત્રીબ્રિજના બંને છેડે ભારે વાહનો ન જાય માટે ટ્રાફિક પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી

હવે તંત્ર દ્વારા શાસ્ત્રી બ્રિજના જર્જરિત ભાગનું સમારકામ શરુ કરાશે

હવે તંત્ર દ્વારા શાસ્ત્રી બ્રિજના જર્જરિત ભાગનું સમારકામ શરુ કરાશે અને સંભવત ફેબ્રુઆરી માસ સુધીમાં સમારકામ પુર્ણ થઇ જાય તેવી શક્યતા છે જેના પગલે હવે આ બ્રિજ પર બ્રિજના બંને છેડે પોલીસ દ્વારા બેરિકેડ ગોઠવાયા છે અને ભારે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી છે. ઉલ્લેખનિય છે કે વાહન ચાલકોને અગવડ ના પડે તે માટે વૈકલ્પિક માર્ગો પણ સુચવાયા છે. પીરાણાથી વિશાલા જંકશન તરફ જતા ભારે અને મધ્યમ વાહનો માટે 8 ફેબ્રુ., 2026 સુધી પ્રતિબંધ છે. 

  • Follow us on: