અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાને લઈને ચાલતી અફવાઓનું ખંડન કરતા જગન્નાથમંદિરના ટ્રસ્ટી દ્વારા આજે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ એક ધાર્મિક પ્રસંગ છે. કોઈ મનોરંજન માટે આ રથયાત્રા નથી નીકળતી. અને રથયાત્રાની ઉજવણી પહેલા શહેરમાં રાંચરડાના હનુમાન મંદિર ખાતે પણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.


મંદિરમાં વિશેષ પાઠનું આયોજન

રાંચરડા ખાતે સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં યોજાઈ રહેલ ધાર્મિક પ્રસંગ વધુ ખાસ બનવાનો છે. કારણ કે આ પ્રસંગમાં મૂક-બઘીર અને અંધ વિદ્યાર્થીઓ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું પઠન કરશે. અમદાવાદના રાંચરડા સ્થિત સંકટમોચન મહાવીર હનુમાન મંદિર ખાતે તારીખ 22 જૂન 2025ના રોજ પ્રથમ વખત 200 મૂક-બઘીર અને અંધ વિદ્યાર્થીઓ એકઠા થઈ હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પાઠ કરશે. આ વિદ્યાર્થીઓ અંધજન મંડળ અને કે.એસ. દોઢિયા વિદ્યામંદિરના પ્રતિનિધિઓ છે.

 નિમકારોલી મહારાજના આશીર્વાદ

સંકટમોચન મહાવીર હનુમાન મંદિર ભારતનું ચોથું એવું મંદિર છે જ્યાં વિશ્રામ કરતા હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે. આ મંદિર ડૉ. પ્રવિણભાઈ ગર્ગ દ્વારા નિમકારોલી મહારાજના આશીર્વાદથી નિર્મિત કરવામાં આવ્યું છે. આ અનોખો ધાર્મિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયક અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે જે હનુમાનજીની ભક્તિ અને એકતા દર્શાવે છે. અગાઉ પણ આ મંદિરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. 

  • Follow us on: