અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા શહેર પોલીસે શરૂ કરેલા વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓને દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનની મહિલા મીના બૈરાગી પાસેથી આ દેશી તમંચો મળી આવ્યો છે. મહત્વનું છે કે, અમદાવાદના ધવલ કાપડિયા સાથે સોશિયલ મીડિયા પર મુલાકાત થયા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો.. જેથી મીના પોતાનું પરિવાર છોડી અમદાવાદ આવી પહોંચી હતી.


 વાહન ચેકિંગ દરમિયાન તમંચા સાથે ચાર ઝડપાયા

જોકે તે સમયે પોતાની સાથે હથિયાર લઈને આવી હતી. મહિલા આરોપીને લેવા ગયેલા આરોપી ધવલ કાપડિયા,અશોક બજાણીયા, અને હાર્દિક ઠાકોરની પણ દરિયાપુર પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી ધવલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા છે. અશોક બજાણીયા અને હાર્દિક ઠાકોર પ્રોહીબિશન, લૂંટ ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવણી હતી. જેથી આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા કે કેમ અને હથિયાર રાખવા પાછળનું કારણ શું છે. તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

રથયાત્રા પહેલાં પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી

અમદાવાદ શહેરમાં રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓને દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયા છે. જેથી આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા કે કેમ અને હથિયાર રાખવા પાછળનું કારણ શું છે. તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


  • Follow us on: