અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબે કરેલી દાદાગીરીના મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તપાસના આદેશ આપ્યા છે. મહિલા તબીબે કરેલી ગેરવર્તણૂંકના મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરુ કરી દેવાઇ છે.
વાયરલ વીડિયોમાં મહિલા તબીબ ગેરતવર્તણૂંક કરતી હોવાનું પણ જોવા મળે છે
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ અવાર નવાર સ્ટાફની ગેરવર્તણૂંકના કારણે વિવાદોમાં આવતી રહે છેે ત્યારે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સોલા સિવિલના પીડીયાટ્રીક વિભાગની મહિલા રેસીડેન્ટ ડોક્ટરે દર્દીને સારવાર આપવાની ના પાડી દીધી હોવાનું જોવા મળે છે. વાયરલ વીડિયોમાં મહિલા તબીબ ગેરતવર્તણૂંક કરતી હોવાનું પણ જોવા મળે છે.













