અમદાવાદમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં અમદાવાદમાં રોગચાળો માથું ઉચકી રહ્યો છે. શહેરની હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી. શહેરમાં સ્વાઇન ફલૂની દહેશત વચ્ચે એક કેસ પોઝિટિવ આવતા સોલા સિવિલમાં એડમિટ કરાયો. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થયું. આગામી સમયમાં નવરાત્રિ તહેવારને લઈને અનેક સ્થાનો પર આયોજનો થઈ રહ્યા છે. અને ત્યારે બીજી બાજુ શહેરમાં રોગચાળા વકરી હોવાના અહેવાલો સામે આવતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું.


સોલા સિવિલ હોસ્પિટલમાં વધ્યા દર્દી

શહેરમાં રોગચાળાનો કહેર વધતા સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 15,147એ પહોંચી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના 93 અને મેલેરિયાના 29 પોઝિટિવ દર્દી નોંધાયા. જ્યારે હિપેટાઈટસના 12 અને ટાઈફોઈડના 7 કેસ નોંધાયા. વાયરલ ઇન્ફેક્શનના 167 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા. શહેરમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ પોઝિટિવ નોંધાતા દર્દીને તાત્કાલિક સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો. મહત્વનું છે છે કે કેટલાક સંજોગોમાં સ્વાઈનફલૂ દર્દી માટે વધુ ગંભીર બની શકે છે. અને એટલે જ આ સિઝનમાં નિષ્ણાત તબીબ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચન કરાયું છે.

નિષ્ણાત તબીબનું સૂચન

સોલા સિવિલ હોસ્પિટલના ડો.કુલીન વ્યાસ (આસિસ્ટન્ટ RMO)એ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે રોગચાળા વધ્યો હોવાથી લોકો સ્વચ્છતા પર ધ્યાન આપવું પડશે. ખાસ કરીને અત્યારે વરસાદી વાતાવરણમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે પોતાના ઘરની આસપાસ ગંદકી ના થાય તેનું લોકોએ ધ્યાન રાખવુંપડશે.  ઘરમાં મચ્છરદાની, દવાનો છંટકાવ કરવો. સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને વધુ નજરઅંદાજ ના કરવી. શરદી ખાંસી તાવ બે દિવસથી વધુ રહે તો તાત્કાલિક રિપોર્ટ કરાવો. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ નર્સિગ સ્ટાફથી લઈને તબીબ સ્ટાફની પૂરતી વ્યવસ્થા છે. છતાં નાગરિકો સાવચેતી રાખી બીમારીથી દૂર રહી શકશે.

  • Follow us on: