ગુજરાતમાં થયેલા 2002ના રમખાણોના કેસમાં એક ટ્રક ડ્રાઈવરને સળગાવી દેવાના કેસમાં 9 લોકોનો છુટકારો થયો છે. સાબરકાંઠા કોર્ટના નિર્ણયને હાઈકોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા કોર્ટના નિર્ણયને રદ્દ કરવા સરકારે કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે સાબરકાંઠા કોર્ટના નિર્ણયને ગ્રાહ્ય રાખ્યો હતો. આ ઉપરાંત ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોના કેસમાં પણ પુરાવાના અભાવે રાજેન્દ્ર સોલંકીને મેટ્રો કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.


ગુજરાત હાઈકોર્ટે સરકારની અરજીને ફગાવી

ગુજરાતમા થયેલા વર્ષ 2002ના રમખાણોમાં લઘુમતી કોમના એક ડ્રાઈવરને સળગાવી દેવાનો મામલો બન્યો હતો. આ મામલે સાબરકાંઠા કોર્ટે 9 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતાં. જેની સામે હાઈકોર્ટમાં તેને પડકાર આપવામાં આવ્યો હતો. સાબરકાંઠા કોર્ટના નિર્ણયને રદ કરવા સરકારે કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સરકારની અરજીને ફગાવી સાબરકાંઠા કોર્ટનો ચુકાદો યોગ્ય ઠેરવ્યો હતો. રમખાણો દરમિયાન ટોળાએ મોહમ્મદ શાહિદ નામના ટ્રક ડ્રાઈવરને સળગાવી દેવામાં આવ્યો હતો.

ગોધરાકાંડ બાદના થયેલા તોફાનોનો કેસ

બીજી તરફ ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોમાં રાજેન્દ્ર સોલંકી નામના વ્યક્તિ સામે અમદાવાદના ઓઢવમાં દુકાનમાં થયેલી તોડફોડનો આરોપ હતો. આરોપી રાજેન્દ્ર સોલંકી સામે પુરાવાનો અભાવ રહેતા મેટ્રો કોર્ટે તેને નિર્દોષ છોડ્યો હતો. કોર્ટમાં આરોપી સામે સાક્ષીએ જુબાની ના આપી હોવાની કોર્ટે નોંધ લીધી હતી. આ કેસમાં ઓઢવ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ હતી.


આ પણ વાંચોઃ Jamnagar News: 100 મીટર દોડમાં વિજેતા થયેલી વિદ્યાર્થિનીને ફરી દોડાવાઈ, ત્રીજી વાર દોડાવતા લીવર પર ગંભીર અસર થઈ


  • Follow us on: