ગુજરાતમાં ખેલ મહાકુંભ અંતર્ગત શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાનો ઉત્કૃષ્ઠ દેખાવ કરી રહ્યાં છે. ત્યારે જામનગરના કાલાવડમાં ખેલ મહાકુંભમાં મોટો ખેલ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.100 મીટર દોડમાં વિજેતા બનેલી એક વિદ્યાર્થીનીને અન્ય બે વિદ્યાર્થીનીને દોડવાનું બાકી છે તેમ કહીને ફરીવાર દોડાવાઈ હતી.જેના કારણે વિદ્યાર્થીનીને લીવર પર ગંભીર અસર થઈ હતી.આ અંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
વિજેતા વિધાર્થીનીને બીજી વાર દોડાવવામાં આવી
જામનગરના કાલાવડમાં તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં 100 મીટર દોડમાં વિજેતા થયેલી ભૂમિ સ્કૂલની વિધાર્થીનીને ફરી વાર દોડાવવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. આ વિદ્યાર્થિની દોડની સ્પર્ધામાં વિજેતા જાહેર થઈ ગયા પછી અચાનક બે વિદ્યાર્થીનીઓની એન્ટ્રી થઈ હતી. અન્ય બે વિધાર્થીનીઓને દોડમાં ભાગ લેવાનો રહી ગયો છે તેમ કહીને વિજેતા વિધાર્થીનીને બીજી વાર દોડાવવામાં આવી હતી.
વિદ્યાર્થીનીને ત્રીજી વાર દોડાવતા લીવર પર ગંભીર અસર
વિદ્યાર્થીનીને ત્રીજી વાર દોડાવતા લીવર પર ગંભીર અસર થઈ હતી. તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.આ ઘટનાને લઈને ભૂમિ સ્કૂલના સંચાલકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીને રજૂઆત કરી હતી.જિલ્લા રમતગમત અધિકારીએ ગેરરીતિ થઈ હોવાનું સ્વીકારી પીડિત વિધાર્થીનીને પ્રથમ નંબરે વિજેતા જાહેર કરી હતી. આ સમગ્ર બાબતે જિલ્લા રમત ગમત અધિકારીએ ખેલ મહાકુંભના કન્વીનર,સહ કન્વીનર અને રેફરીને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.
જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ
અમૂક ચોક્કસ શાળાની વિદ્યાર્થીનીને જ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જીતાવવા માટે ગેરરીતિ થયાની આશંકા છે. વિદ્યાર્થીનીના પરિવારની માંગ છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય.સમગ્ર મામલો શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને ધ્યાનમાં આવતા તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ Botadમાં રેશનિંગના અનાજને સગેવગે કરવાનું કૌભાંડ, વીડિયો થયો વાયરલ