જામનગર શહેરમાં મારામારીનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક યુવક અને યુવતી રસ્તા વચ્ચે છુટ્ટા હાથે મારામારી કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાનો વિડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


યુવક અને યુવતી વચ્ચે મારામારી 

ઘટનાની મળતી માહિતી અનુસાર, જામનગરમાં રોડ વચ્ચે યુવક અને યુવતી વચ્ચે મારામારી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના જામનગર શહેરના ગ્રેઈન માર્કેટમાં બની હતી.

તકરાર મારામારી સુધી પહોંચી 

જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં જાહેર માર્ગ પર યુવક અને યુવતી વચ્ચે મારામારીનો બનતા આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બજાર વચ્ચે બંને સામસામે આવી જતા કોઈ મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. જે બાદ આ તકરાર મારામારી સુધી પહોંચી હતી. આ ઘટના દરમિયાન યુવક અને યુવતી વચ્ચે થયેલી મારામારી દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. હાલમાં આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. (નોંધ – સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડિયોની પુષ્ટી કરતું નથી)




આ પણ વાંચો - Ahmedabad News: મેગા ડિમોલિશન ડ્રાઈવનું અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે કરી સમીક્ષા



  • Follow us on: