અમદાવાદના જાણીતા ઓર્થોપેડિક સર્જન તેમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે જઈ રહી રહ્યાં છે, વિશ્વામાં પહેલી વખત ષષ્ઠીપૂર્તિ મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું હોય તેવી વાત સામે આવી છે, પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે તથા દીદીજીને આ પૂજા ગમતી હોવાથી સ્પેશિયલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજામાં તેમના મિત્રો અને સ્વજનો હાજર રહેશે. મેહુલ મશ્કરિયાના પત્ની પણ ગાયનેકોલોજીસ્ટ ડોકટર છે અને તેમના બે જમાઈ ઓર્થોપેડિક ડોકટર અને બન્ને પુત્રીઓ પણ ગાયનેકોલોજીસ્ટ ડોકટર છે, મેહલુ ભાઈના પુત્ર પણ ITના વ્યવસાથ સાથે જોડાયેલા છે.
વિશ્વમાં સર્વ પ્રથમ શાસ્ત્રોક્ત પધ્ધતિએ ષષ્ઠીપૂર્તિનું આયોજન
ડો.મેહુલભાઈ વિનોદરાય મશ્કારિયાની ષષ્ઠીપૂર્તિ (60વર્ષ )નિમિત્તે તેમણે તેમની ભાવના અનુસાર "ષષ્ઠીપૂર્તિ મહાયજ્ઞ મહાપૂજા " નું આયોજન કરેલ છે, તેમાં મેહુલભાઈ સહિત તેમના 34 પુણ્યશાળી સ્વજનો અને મિત્રો (60 વર્ષ ની આસપાસના )પોતપોતાનાં 8 કુટુંબીજનો સાથે તેમજ 60 બ્રાહ્મણો સાથે પોતપોતાનાં આગવા યજ્ઞ કુંડમાં પોતપોતાની ષષ્ઠીપૂર્તિ પૂજા -ઉગ્રરથશાન્તિ યજ્ઞ કરશે. આ મહાયજ્ઞમાં ભાગ લેવા અમેરિકાથી, લંડનથી તેમના મિત્રો-સગા-સબંધીઓ આવી રહ્યા છે.













